બે ભાઇઓ ‘સ્પાઇડરમેન’ની જેમ ઘરમાં ઘૂસી સગીરા સાથે કરતા ……

અમદાવાદના ખોખરામાં આવાસ યોજના ફલેટમાં રહેતી એક સગીરા શુક્રવારે પરોઢે તેના ઘરે સૂતી હતી તે દરમ્યાન બે ભાઇઓએ બિલ્ડીંગની પાઇપો પર થઇને બારીમાંથી સગીરાના ઘરમાં…

અમદાવાદના ખોખરામાં આવાસ યોજના ફલેટમાં રહેતી એક સગીરા શુક્રવારે પરોઢે તેના ઘરે સૂતી હતી તે દરમ્યાન બે ભાઇઓએ બિલ્ડીંગની પાઇપો પર થઇને બારીમાંથી સગીરાના ઘરમાં પ્રવેશ કરીને સગીરાને ઉઠાડીને ઘર નીચે લાવીને બળજબરી કરતા સગીરાની માતા જોઇ જતા બંને ભાઇ ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે જુવેનાઇલ એક્ટ મુજબ ગુનોં નોંધી બંનેની ધરપકડ કરી છે.

ખોખરા પોલીસ સ્ટેશન પાસે આવેલા એક આવાસ યોજના ફલેટમાં રહેતી 36 વર્ષની મહિલા તેના પરિવાર સાથે રાત્રે ઘરમાં સૂતી હતી. આ દરમ્યાન મોડી રાત્રે બ્લોકના પાઇપ પર ચડીને બે શખ્સોએ લાકડીથી તેની સગીર પુત્રીને જગાડી હતી. અને તેને નીચે લઇ ગયા હતા.

જે બાદમાં બંને ભાઇઓ સગીરા સાથે શારિરીક સંબંધ બાંધવા માટે બળજબરી કરી હતી. સગીરાની માતા જાગી ગયા બાદ તેમની પુત્રી ન હોવાથી ઘરમાં શોધતા હતા તે વખતે બંને યુવકો પર નજર પડી હતી બંને યુવકો સગીરા સાથએ બળજબરી કરી રહ્યા હતા.

તેથી મહિલાએ બંને યુવકોને ઠપકો આપતા બંને ત્યાંથી નાસી ગયા હતા. જે બાદમાં સગીરાએ તેની માતાને સમગ્ર ઘટના જણાવી હતી. બંને યુવકો છેલ્લા છ માસથી સગીરાને હેરાન કરતા હતા. સગીરાના ફોટા તેમના મોબાઇલમાં હોવાનું કહીને છેડતી કરતા હોવાથી મહિલાએ ખોખરા પોલીસેે બંને યુવકોની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *