માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ મામા-ફોઈના બન્ને ભાઈઓ બન્યા મોતનો કોળીયો- પરિવારમાં છવાયો માતમ

ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ કડી તાલુકામાં આજે ફરી એકવાર અકસ્માત (Accident) ની ઘટના સામે આવી રહી છે કે, જેમાં મળી રહેલ જાણકારી…

ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ કડી તાલુકામાં આજે ફરી એકવાર અકસ્માત (Accident) ની ઘટના સામે આવી રહી છે કે, જેમાં મળી રહેલ જાણકારી મુજબ કડી પાસેના કેનાલ નજીક એક બાઈક તથા એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક બાઈકને ટક્કર મારીને ભાગી ગયો હતો. જો કે, બાઈક પર સવાર બન્ને યુવાનના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી મચી જવા પામી છે.

મહેસાણા જિલ્લામાં હાલમાં નવરાત્રી તહેવારની ઉજવણી થઈ રહી છે. જો કે, અથામ હોવાને લીધે અનેક સ્થળો પર લોકો મંદિરોમાં દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે આવા સમયમાં આજે ફરી એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં માતાજીનાં દર્શન કરી પોતાના ઘરે પાછા ફરતા 2 યુવાઓએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

સાણંદ તાલુકામાં આવેલ અણદેજ ગામમાં અલ્પેશ કનુભાઈ રાવળ તથા અનિલ મહેન્દ્ર ભાઈ રાવળ નામના યુવાન પોતાના બાઈક પર સવાર થઈને દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કડી તાલુકામાં આવેલ પીરોજપુરા નજીક આવેલ નર્મદા કેનાલ પાસે એક અજાણી ટ્રકે બાઈકને જોરદાર અડફેટે લેતા બાઈક દૂર સુધી ફંગોળાઈ ગયું હતું.

જેમાં બન્ને યુવાન રોડ પર પટકાઈ જતા તેઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડી ગયા હતા. જો કે, અકસ્માત એટલો ભયાનક હતો કે, જેમાં બને યુવાનના ઘટનાસ્થળે જ મોત નિપજયા હોવાની જાણકારી મળી રહી છે. તહેવારોના દિવસે ગંભીર અકસ્માતમાં 2 યુવાનનોના મોતના સમાચાર મળતા ગામ તેમજ પરિવાર શોકમય બન્યા હતા.

જો કે, મૃતક મામા ફોઈના ભાઈ થતા હતા તથા મૃતક અલ્પેશ કનુભાઈ રાવળ કે, જે મેમદાબાદ વણસોલનો રહેવાસી છે જયારે અનિલ ઉર્ફ મહેન્દ્ર જનુભાઈ રાવળ કે, જે ઉંમર દેત્રોજનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, સમગ્ર પંથકમાં શોક ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *