હાહાકાર: એક જ શરીરમાં જોવા મળ્યા બે-બે કોરોના વાયરસ, દેશમાં ડબલ સંક્રમણનો પહેલો કેસ નોંધાતા ફફડાટ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે શરીરમાં કોરોના સંક્રમણના એક સાથે બે બે કેસ વાયરસ જોવા મળતા સમગ્ર દેશમાં ફફડાટ મચી જવા પામ્યો છે. દિબ્રુગઢમાં ICMR ના પ્રાદેશિક ચિકિત્સા સંશોધન કેન્દ્રના પરીક્ષણોમાં મોટો ખુલાસો થયો છે. રસીકરણના બંને ડોઝ લીધા બાદ પણ ડોક્ટર બીજા રસીના ડોઝ બાદ કોરોનાના અલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. જોકે હાલમાં તેમની તબિયત સારી થઇ જવાને કારણે હાલમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.બીજી બોરકાકોટીએ જણાવતા કહ્યું છે કે, બે ગણું સંક્રમણ ત્યારે થાય છે જયારે કોરોના વાયરસના બે પ્રકારો એક સાથે જોવા મળે છે અને તે ઓછા સમયમાં સંક્રમિત થઇ શકે છે. કોઈ પણ વ્યક્તિ કોરોનાના એક પ્રકારને કારને સંક્રમિત થાય છે અથવા તો તેમની રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થાય તે પહેલા સંક્રમણના 2-3 દિવસમાં બીજા પ્રકારથી સંક્રમિત થાય ત્યારે આ પ્રકારનું બને છે.

મહત્વનું છે કે, બેલ્જિયમમાં 90 વર્ષીય વૃદ્ધાનું કોરોનાના બે-બે વાયરસ જોવા મળતા તેમનું મોત થયું હતું. 90 વર્ષીય વૃદ્ધા સાઉથ આફ્રિકાના બીટા અને બ્રિટનના આલ્ફા વેરિયન્ટથી સંક્રમિત થઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો કેસ દુનિયાનો પહેલો કેસ નોંધાયો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વૃદ્ધ મહિલાને અલગ અલગ વેરિયન્ટથી સંક્રમિત થયા હતા. આ કેસ બાદ સવાલ ઉદભવ્યા છે કે, શું કોરોનાના અલગ અલગ વેરિયન્ટની સામે રસી કેટલી અસરકારક સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *