Dahod Accident: દાહોદ જિલ્લાના વરોડ ટોલ નાકા નજીક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવેલી કારે બાઈકને(Dahod Accident) ઠોકર મારતા બાઈક પર જઈ રહેલા બે યુવકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
રક્ષાબંધનો પવિત્ર પર્વ કાળ બનીને આવ્યો
હકીકતમાં જો વાત કરીએ તો, દાહોદ જિલ્લામાં રહેતા એક પરિવાર માટે રક્ષાબંધનો પવિત્ર પર્વ કાળ બનીને આવ્યો હતો. એક બહેન જે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે, તે પહેલા જ અકસ્માતમાં બન્ને ભાઈઓને કાળ આંબી ગયો છે.
અકસ્માતમાં બે સગા ભાઈઓ મોતને ભેટ્યા
દાહોદમાં ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર દિવસે જ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓ મોતને ભેટ્યા છે. જિલ્લાના વરોડ ટોલનાકા નજીકથી બે સગા ભાઈઓ બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારના ચાલકે બાઈકને ઠોકર મારી હતી. અકસ્માત બાદ કાર પણ આગળ જતાં પલટી ખાઈ ગઈ હતી.
કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો
બીજી તરફ બાઈક પરથી નીચે પટકાયેલા બન્ને યુવકોને ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App