ચોમાસા (Monsoon)ની શરુવાતમાં જ દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. કચ્છ (Kutch)માં વરસાદ(Rain) શરૂ થયાના બીજા દિવસે ભચાઉ(Bhachau) તાલુકાના ખારોઈ નજીકની સીમમાં ગાયો ચરાવતા બે મુસ્લિમ પિતરાઈ ભાઈઓ પર આકાશી વીજળી મોત બનીને ત્રાટકી હતી. જેમાં બંને ભાઈઓના મોત નીપજ્યા હતા, આ સિવાય થોડા દૂર ઊભેલા એક અન્ય ભાઈ અને પાંચ જેટલી ગાયોને પણ ઈજાઓ પહોંચી હતી. બંને ભાઈઓના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વાસ્તવમાં, મૂળ રેલડી બન્નીના બંને પિતરાઈ ભાઈ ખારોઈ ગામ નજીક નર્મદા કેનાલ પાસેની સીમમાં ખેતર પાસે ગાયો ચરાવતા હતા. બપોરે 3:00ના અરસામાં 27 વર્ષીય સલાઉદ્દીન ફતેહમહમ્મદ હાલેપોત્રા તેમની સાથે રહેલા 28 વર્ષીય બાપુ ન્યાલ હાલેપોત્રા બન્ને ગાયો ચરાવી રહ્યા હતા તે દરમિયાન વરસાદી ઝાપટું પડવાનું શરૂ થયું હતું. વરસાદ શરૂ થતાં બન્ને ભાઈઓ ગાયો સાથે લીમડાના ઝાડ નીચે આશ્રય લીધો હતો તે સાથે જ આકાશી વીજળી મોત બનીને ત્રાટકી હતી.
આ દરમિયાન લીમડા નીચે ઊભેલા બન્ને ભાઈઓ થોડી જ વારમાં મોતને ભેટ્યા હતા. તેમની સાથે ઊભેલી પાંચથી સાત ગાયો પણ ઝાટકા સાથે નીચે ફંગોળાઇ હતી અને ઇજા પહોંચી હતી પરંતુ આ ગાયો થોડી જ વારમાં બેઠી થઇ ને દૂર જતી રહી હતી. વીજળી પડવાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
આ દરમિયાન નજીકના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત જીતુભાઈ આહીર અને અન્ય લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી જેમાં ભચાઉ 108 ના પાયલોટ કિશોરસિંહ અને સાથેના મુકેશભાઈ ઘટનાસ્થળે ધસી ગયા હતા પરંતુ વીજળીના કડાકા માં બંને યુવાનોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ બંને પિતરાઇ ભાઇઓના મૃતદેહને ભચાઉ ની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બંને ભાઈઓના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.