આજથી બે દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે, આપશે આ મોટી ભેટ- જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) બે દિવસના ગુજરાતની મુલાકાતે છે. આજે PM મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront) ખાતે અટલ બ્રિજનું ઇ લોકાર્પણ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લીમીટેડ દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સાબરમતી નદી ઉપર એલીસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા ‘અટલ બ્રીજ(Atal Bridge)’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. 74 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની એક નવી ઓળખ બનીને ઉભરશે.

જાહેર જનસભાને પણ સંબોધશે નરેન્દ્ર મોદી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. PM મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ પણ કરશે. જ્યારે આવતીકાલે 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે જશે. જ્યાં PM મોદીના હસ્તે ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ થશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની PM મોદી દ્વારા ભેટ આપવામાં આવશે.

PM મોદી કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. PM મોદી 1745 કરોડના ખર્ચે 375 કિલોમીટર લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલના માધ્યમથી 948 ગામ અને 10 શહેરોને પાણીનો લાભ મળવા પ્રાપ્ત થશે. જયારે 28 ઓગસ્ટના રોજ PM મોદી ગાંધીનગર કાર્યક્રમમાં હાજરી આપશે. મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે.

જાણો શું છે PM મોદીના કાર્યક્રમની રૂપરેખા?
તારીખ 27 ઓગષ્ટના રોજ આજે બપોરે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.સાંજે 5 વાગ્યે ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7 કલાકે સભા સ્થળેથી રાજભવન જવા રવાના થશે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.

PM મોદી તારીખ 28 ઓગષ્ટ 2022 રવિવારે સવારેન 10 કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. સવારે 11:30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. PM મોદી બપોરે 12:00 કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે. PM મોદી મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે. અંદાજે સાંજે 6.40 કલાકે PM મોદી દિલ્હી જવા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *