સુરત(ગુજરાત): ગુજરાત રાજ્યમાં અવારનવાર નદીમાં કે તળાવ(Lake)માં ડૂબવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવો જ એક બનાવ સુરત(surat) માંથી સામે આવ્યો હતો. સુરત(surat)ના સચિન-તલંગપુર મહાદેવ મંદિર(Sachin-Talangpur Mahadev Temple) સામેના તળાવ(Lake)માં નાહવા પડેલા બે મિત્રમાંથી એક મિત્રનું ડૂબી જવાથી મોત(Death) નીપજ્યું હતું. યુવકના ડૂબવાની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
સુરત રોજગારી મેળવવા માટે ઓડિશાનો રહેવાસી મૃતક મુકેશ શેટ્ટી આવ્યો હતો. ભરબપોરે બનેલી આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ ભેસ્તાન ફાયર વિભાગના જવાનોએ પાણીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. અઢી કલાક જહેમત બાદ મૃત હાલતમાં યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ફાયર ઓફિસર હિતેશ પાટીલના જણાવ્યા અનુસાર, આ ઘટનાની જાણ 1:45 મિનિટે અમને કરી હતી. બે મિત્રો તળાવના પાણીમાં નાહવા ગયા હતા. એ દરમિયાન એક યુવકની પાણીમાં ડૂબી જવાની માહિતી મળી હતી. પરંતુ ત્યારે જે મિત્ર બચી ગયો હતો. એને ડરીને ભાગી જવાને બદલે તેને પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસે બચી ગયેલા યુવકની મદદથી લોકેશન ટ્રેસ કરીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અઢી કલાકની જહેમત પછી ફાયરના જવાનોએ મૃતકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતકનું નામ મુકેશ શેટ્ટી અને સચિન જીન કપાઉન્ડમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેની ઉંમર 24 વર્ષ હોવાનું પણ જાણવા મળ્યું હતું. મુકેશ ઓડિશાથી રોજગારી મેળવવા માટે સુરત પોતાની બહેન પાસે આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.