નજીવી બાબતમાં સુરતના વરાછા વિસ્તારમાં બે મિત્રોએ ભેગા મળી કરી ત્રીજા મિત્રની હત્યા

આજકાલ વધતા હત્યાના કેસો દરમિયાન સુરતમાંથી ફરીવાર એક હત્યાની કેસ સામે આવ્યો છે જેમાં વરાછા માતાવાડી ખાતે હીરાના કારખાનામાં રાત્રિના સમયે ઊંઘવા બાબતે થયેલી માથાકુટમાં…

આજકાલ વધતા હત્યાના કેસો દરમિયાન સુરતમાંથી ફરીવાર એક હત્યાની કેસ સામે આવ્યો છે જેમાં વરાછા માતાવાડી ખાતે હીરાના કારખાનામાં રાત્રિના સમયે ઊંઘવા બાબતે થયેલી માથાકુટમાં બે મિત્રોએ મળીને ઉગ્ર સ્વભાવના નરેશ નામના રત્નકલાકારની હત્યા કરી હતી. હત્યા કરીને ફરર થયેલા બંને આરોપીની પોલીસ દ્વારા ભાવનગરમાં આઈસોલેશન સેન્ટરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, પોલીસે સતત 10 દિવસ સુધી ભાવનગરમાં વોચ રાખીને બંને આરોપીને ઝડપી લીધા હતા. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, કારખાનામાં કોઇને કોઇ કારણોસર મૃતક નરેશ ઢાપા સાથે ઝઘડો થતો રહેતો હતો જેને કારણે તેની હત્યા કરી નાંખી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા રિવેરા એટલાન્ટીકામાં રહેતા હીરા વેપારી કાળુ શિવાભાઇ બેલડીયા વરાછા માતાવાડી વિઠ્ઠલનગર પાસે રંગનગર સોસાયટીમાં હીરાનું કારખાનું ચલાવે છે. હજી 15 દિવસ પહેલા બીપીન નામનો રત્નકલાકાર નોકરી ઉપર જોડાયો હતો.

બીપીન નોકરીએ જોડાયા બાદ તેના મિત્ર માનસિંગ ઉર્ફે બાવો ગોબરભાઇ ગોહીલને પણ કારખાનામાં કામ માટે લાવ્યો હતો.  આ દરમિયાન રાત્રે નરેશ ઢાપા, બીપીન ઉર્ફે રાધે ધનજીભાઇ રામજી મકવાણા તેમજ માનસિંગ કારખાના ઉપર રોકાયા હતા. આ ત્રણેય કારીગરો કારખાનામાં જ સુઈ ગયા હતા.

આ દરમિયાન રાત્રે બિપીન અને માનસિંગ સાથે નરેશ ઢાપાનો કોઈ કારણોસર ઝઘડો થયો હોવાથી બિપીન અને માનસિંગે ભેગા મળી નરેશ ઢાપાને મોઢાના ભાગે કોઇ બોથડ પદાર્થ વડે મુઢ ઇજા પહોંચાડી હતી અને ગળુ દબાવી તેની હત્યા કરી નાંખી હોવાની શંકાને આધારે કારખાના માલિક દ્વારા વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી પીએસઆઈ વસાવા તથા મહીડા અને પોલીસ કોન્સ્ટબલ સંજય હીલ્સાઇ ભરવાડ અને ભીખન રાણાભાઇ દ્વારા આરોપીઓ બાબતે પોતાના બાતમીદારોનું નેટવર્ક સક્રીય કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભાવનગરમાં હોવાની માહિતી મળી હતી. આ પહેલા બંને આરોપીઓ કતારગામમાં એક જગ્યાએ રોકાયા હોવાનું સામે આવ્યું હતું.

બીજા દિવસે અખબારોમાં સમાચાર વાંચતા તેઓ ગભરાઈ ગયા હતા. તેઓ રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા અંકલેશ્વર પહોચ્યા હતા. ત્યાંથી હાઈવે પર જઈ તેઓ લિફ્ટ લઈ ભાવનગર પહોંચી એક કોવિડ આઈસોલેશન સેન્ટરમાં રોકાયા હતા. ત્યાં તેમને જમવાનું મળી રહેતું હતું. જેથી વરાછા પોલીસ દ્વારા બંનેને ભાવનગરમાં આઈસોલેશન સેન્ટરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક સાથે આરોપીઓનો વારંવાર ઝઘડો થતો રહેતો હતો. જેને કારણે આરોપીઓએ તેની હત્યા કરી નાંખી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *