Surat / દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. ત્યારે હાલ સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીરાને બે મિત્રોએ પ્રેમ જાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.
સુરતમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં બે મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સચિન જીઆઈડીસીના પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોધાવમાં આવ્યો છે. સૂર્યવંશીજે ઉધનામાં રહે છે અને વિકાસ મહંતોજે કનસાડ રોડ પર રહે છે. બે મિત્રોએ એક સગીરાને પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાના પરિવારે ફરિયાદ કરતા જણાવ્યું કે, 14 વર્ષીય સગીરાને પ્રેમમાં ફસાવી હતી. બંને નરાધમોએ અવારનવાર અલગ-અલગ દિવસે સગીરા પર દુષ્કર્મ આચરતા હતા. ઓગસ્ટ થી સપ્ટેમ્બરની વચ્ચે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેથી સગીરા ગર્ભવતી બની હતી.જયારે પરિવારને જાણ થઇ ત્યારે અમિત અને વિકાસ સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં આવેલા વેસુ વિસ્તાર માંથી એક આવી જ ચોકાવનારી ઘટના સામે આવી હતી. બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ બાળકી પરિવાર સાથે રોડ પર સૂતી હતી. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ડમ્પરચાલકે બાળકીનું અપહરણ કરીને લઈ ગયો હતો. અને ત્યારે પેટ્રોલિંગ પર પસાર થતી PCRમાં મહિલા હેડ કોન્સ્ટેબલે આ પરિવારની મદદ કરી હતી. આરોપી ડમ્પરચાલકને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પરચાલકે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આવી જ એક ઘટના એક મહિના પહેલા 7 વર્ષની બાળકી સાથે બની હતી. સુરતના કતારગામ વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. સાત વર્ષીય બાળકી ગુમ થઇ હતી અને મોડી રાત્રિએ તે જ બાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ પાડોશીના ઘરમાંથી મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.