મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ગ્વાલિયર(Gwalior)માં લિફ્ટ આપીને સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 32 વર્ષીય મહિલા બજારમાંથી ઘરે જઈ રહી હતી અને લીફ્ટ આપવાને કારણે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે . ચાર દિવસ સુધી બંધક બનાવીને બંનેએ દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી મહિલા ચૂપ રહી હતી. ગ્વાલિયરમાં 7 દિવસમાં દુષ્કર્મની આ ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બિલાઉના ગંગાપુરમાં 25 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બિલાઉઆ ગંગાપુરની રહેવાસી મહિલા 25 જાન્યુઆરીએ કોઈ કામ માટે બજારમાં જવા માટે નીકળી હતી. તે ઘરથી થોડે દૂર કલ્વર્ટ પર પહોંચી હતી જ્યારે તે ત્યાં મોનુ જાટવ અને અનિલ વાલ્મીકીને મળી હતી.
મોનુ એ મહિલા સાથે પહેલેથી જ પરિચિત હતો. તેણે મહિલાને માર્કેટ સુધી લિફ્ટ આપવાની ઓફર કરી. મહિલા તેની સાથે બાઇક પર બેઠી હતી. આ પછી બંને તેને ખેતરમાં બનાવેલા એક રૂમમાં લઈ ગયા. અહીં બંનેએ સાથે મળીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ તેની સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાને ચાર દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. બે દિવસ સુધી મોનુના ઘરે અને બે દિવસ સુધી અનિલે મોનુને પોતાના ઘરે રાખીને અનેકવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ચાર દિવસ સુધી મહિલા પર અનેકવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી તેને શહેરના ગોલ પહારિયા વિસ્તારમાં છોડીને ભાગી ગયો હતો. અહીંના કેટલાક સ્થાનિક લોકોની મદદ લીધા બાદ મહિલા તેના ઘરે પહોંચી અને પોતાની આપવીતી જણાવી. આ પછી પરિવાર રવિવારે બિલૌઆ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર મામલા અંગેની ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કેસ નોંધ્યો હતો અને હાલમાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.