Navasari Train Accident: નવસારીના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતી ડેડીકેટેડ રેલ ફ્રેઇટ કોરિડોર પર બે યુવકનાં મોત નીપજ્યા હતા. ગતરાત્રે રામ જન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે યુવકો પોતાના ઘર નજીકથી પસાર થઇ રહેલા ટ્રેક ( Navasari Train Accident ) પર બેસીને વાતો કરી રહ્યા હતા.
ત્યારે અચાનક માલગાડી ત્યાંથી પસાર થતા બને યુવક કપાયા ગયા હતાં. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા. અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજે લઇ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બને યુવકો યુપીના હોવાના જાણવા મળ્યું છે.
ડેડીકેટેડ રેલ ફ્રેઇટ કોરિડોરના ટ્રેક આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી રેલવે દ્વારા બને તરફ પાક્કી દીવાલ ઊભી કરવામાં આવી છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર દીવાલ તોડી નાખતા અવર જવર કરવામા આવી રહી છે. છેલ્લા 10 મહિલામાં થયેલા અલગ અલગ અકસ્માતમાં લગભગ 20 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ત્યારે આ ઘટનાને પગલે નવસારી પોલીસ અને રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બને યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બને યુવકો યુપીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અને નવસારી જીલ્લામાં રોજગારી માટે આવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ બને યુવક છુક્ટ મજૂરી કરી બને પોતાનું જીવન ગાળતા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. યુવાનોનાં પરિવારમાં માતમ છવાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App