Jharkhand Train Accident: ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બરહેટ ખાતે NTPC ગેટ પાસે બે માલગાડીઓ સામ-સામે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરજાર (Jharkhand Train Accident) હતી કે બંને માલગાડીઓના એન્જિનના કુરચા બોલાઈ ગયા હતા. ટક્કરના કારણે બંને એન્જિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા હતા અને એન્જિનમાં આગ ભભુકી ઉઠી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે CISFના ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક રેલવે કર્મચારી હજુ પણ એન્જિનમાં ફસાયેલો છે. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી
જે બે માલગાડીઓ વચ્ચે અકસ્માત થયો છે તે બંને કોલસાથી ભરેલી હતી. અકસ્માતના સમાચાર મળતા જ હંગામો મચી ગયો હતો. હાલમાં સાહિબગંજ મુખ્યાલયથી ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.
રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્જિનમાં સાત લોકો હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને વધુ સારવાર માટે સાહિબગંજ જિલ્લાના બરહેત સ્થિત સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનુ કહેવાય છે.
આ ઘટનાની કેવી રીતે બની તે વિશે વાત કરીએ તો, લમટિયાથી ફરક્કા જઈ રહેલી કોલસાની ટ્રેન રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના એન્જિનમાં આગ લાગી ગઈ છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.
એન્જિન તૂટી ગયા
અકસ્માત પછી, એન્જિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને પાટાથી અલગ થઈ ગયું હતું અને પલટી ગયું હતું. માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને એકબીજા પર ચઢી ગયા. આ અકસ્માત બાદ, આ રૂટ પર ટ્રેનની અવરજવર બંધ થઈ ગઈ છે. પાછળ દોડતી ટ્રેનો પોતપોતાના સ્ટેશનો પર ઉભી છે. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. તે જ સમયે, અધિકારીઓ આ રૂટ પરથી પસાર થતી ટ્રેનો માટે વૈકલ્પિક રૂટ પર વિચાર કરી રહ્યા છે. ટ્રેકને પણ નુકસાન થયું છે. તેને ઠીક કરવામાં બે થી ત્રણ દિવસ લાગી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App