દેશે વધુ બે સપુત ગુમાવ્યા: ત્રિપુરામાં બીએસએફના જવાનો પર ઉગ્રવાદી હુમલો- બે જવાન શહીદ

ત્રિપુરા: ગઈકાલે બીએસએફના જવાનો પર થયેલા ઉગ્રવાદી હુમલામાં સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી દીધી છે. મંગળવારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના…

ત્રિપુરા: ગઈકાલે બીએસએફના જવાનો પર થયેલા ઉગ્રવાદી હુમલામાં સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી દીધી છે. મંગળવારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના બે જવાનો શહીદ થયા હોવાનું સામે આવ્યું છે. લાંબા સમય બાદ ઉગ્રવાદી સંગઠનો દ્વારા ત્રિપુરામાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો. બીએસએફના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 6:30 વાગ્યે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

જાણવા મળ્યું છે કે, આ હુમલામાં બીએસએફના એક સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ શહીદ થયા હતા. બીએસએફના જણાવ્યા અનુસાર બંને બહાદુર સૈનિકોએ ઉગ્રવાદી સામે કડક લડત આપી હતી. સ્થળ પર મળેલા લોહીના નિશાન પરથી એવું લાગે છે કે, આ હુમલામાં આતંકવાદીઓ પણ ઘાયલ થયા છે. જોકે, આ દરમિયાન તેઓ સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. વીરગતિ મેળવનાર બીએસએફના જવાનોની ઓળખ સબ ઇન્સ્પેક્ટર ભુરુ સિંહ અને કોન્સ્ટેબલ રાજકુમાર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે.

બીએસએફના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારની સઘન શોધખોળ ચાલી રહી છે. જેથી ઉગ્રવાદીને પકડી શકાય. પરંતુ, માહિતી અનુસાર હુમલા બાદ એવું લાગે છે કે આતંકવાદીઓ બાંગ્લાદેશ સરહદ પાર કરીને ભાગી ગયા છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં ત્રિપુરામાં આતંકવાદી હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના છે.

જાણવા મળ્યું છે કે, 80 અને 90ના દાયકામાં નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ત્રિપુરા ટાઈગર ફોર્સ અહીં સક્રિય હોવા છતાં સુરક્ષા દળોના ક્રેકડાઉન પછી બંને સંસ્થાઓનો સફાયો થઈ ગયો હતો. આ બંને સંગઠનો બાંગ્લાદેશની સરહદ પરથી કાર્યરત હતા અને ત્યાં તેમના કેમ્પ પણ હતા. પરંતુ, થોડા વર્ષો પહેલા બાંગ્લાદેશની સેના દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારથી આ ઉગ્રવાદી સંગઠનો શાંત હતા. પરંતુ, ફરી એકવાર એનએલએફટી ત્રિપુરામાં પગ ફેલાવવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *