BRTS bus accident in Surat: સુરતમાં દિવસે ને દિવસે BRTS બસોને કારણે થઈ રહેલા અકસ્માતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. એવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં GIDC નજીક આવેલા પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત(BRTS bus accident in Surat) સર્જાયો હતો. એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 બાઈક દબાઈ હતી જેમાં 2થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા જ્યારે 15 લોકો ઘાયલ થયાં હતા, ઘાયલોને તાબડતોબ સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર ચાલુ કરી દેવાઈ હતી. જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
View this post on Instagram
બે બસ વચ્ચે ટક્કરમાં ચાર ટુ વ્હીલરનો કચ્ચરઘાણ
રોડ પર બે બીઆરટીએસ બસ દોડી રહી હતી, જેની વચ્ચે ચાર ટુ-વ્હીલર હતા. આ ઘટના અંગે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાકિન પરમારે જણાવ્યું હતું કે, જ્યારે પ્રથમ બસે બ્રેક લગાવી ત્યારે બીજી બસ તેની સાથે અથડાઈ હતી. જેમાં ટુ-વ્હીલર અને તેમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો કચડાઈ ગયા હતા. બીજી બસને ઓટોરિક્ષાએ પાછળથી ટક્કર મારી હતી.
જોકે, બીજી બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના બાદ બસોને રસ્તા પરથી હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ વાહનવ્યવહાર સામાન્ય થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાને લઇ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા અને વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ઘટનાને પગલે શાસકોને આડેહાથ લીધા હતા અને ગંભીર આક્ષેપો કર્યા હતા.
જનતાએ બસની અંદર અને બહારથી તોડફોડ
અકસ્માતની ઘટના બાદ લોકો ખૂબ જ ગુસ્સે ભરાયાં હતા. બસની અંદર અને બહારથી તોડફોડ મચાવી હતી અને કાચ તોડી નાખ્યાં હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન અકસ્માત સર્જાવાના પ્રાથમિક કારણને જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિક બસના ચાલકે કેવા સંજોગોમાં અકસ્માત સર્જ્યો એ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવા સાથે બસની ઝડપ પણ એકા એક વધી હોય કે પહેલાથી જ વધારે હતી એવા તમામ સવાલો સાથે તપાસ કાર્યવાહી શરુ કરી છે.
ગંભીર ઇજાના પગલે 9 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી 7 લોકોને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસો અથડાતા બને વચ્ચે આવેલી બાઇકોનું કચ્ચરઘાણ વળ્યું છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયરના જવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ પહોંચ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube