સુરત: જાહેરમાં જ મળી આવ્યું યુવાધનને બરબાદ કરનાર ગાંજાના અધધધ… આટલાં છોડ  -જુઓ વિડીયો  

હાલમાં રાજ્યના મોટાભાગનાં યુવાનો વ્યસનનાં માર્ગે ચડી રહ્યાં છે ત્યારે રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. દુષણમાં ગળાડૂબ બનેલ સુરત શહેરમાં હવે ગાંજાના કુલ 2 મોટા છોડ મળી આવતા હોબાળો મચી જવાં પામ્યો છે. ખટોદરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ગાંજાના કુલ 2 છોડ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ બંને છોડ કબજે કરીને FSLમાં મોકલતા ગાંજો હોવાની પુષ્ટી કરવામાં આવી રહી છે.

એક છોડ ઈલેક્ટ્રીક કંપનીના ડીપીને અડીને નીકળ્યો :
ખટોદરા વિસ્તારમાં આવેલ રવિતેજ ઈન્ડસ્ટ્રીમાં ગાંજાના છોડ હોવાની જાણકારી મળતાંની સાથે જ ખટોદરા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પાલિકાનાં ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાંખરાની વચ્ચે છોડ મળી આવ્યો હતો.

કુલ 2 પૈકી 1 છોડ ઈલેક્ટ્રીક કંપનીના ડીપીને અડીને નીકળ્યો હતો. લીમડાનાં પાન જેવા દેખાતા આ છોડ ગાંજાના છે કે કેમ એ જાણવા FSLની ટીમની મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ છોડ ગાંજાના હોવાની પુષ્ટી કરી હતી.

FSLના પરિક્ષણમાં છોડ ગાંજાનો હોવાનું નીકળ્યું :
પોલીસે બંને છોડ કાઢી નાખીને પરિક્ષણ માટે FSLમાં મોકલી આપ્યા હતા. મળી રહેલ જાણકારી મુજબ, કોઈ ગાંજાના એડિક્ટ અહીં નશો કરવા બેઠો હશે ત્યારે એના બીજ પડતા તે ઉગી નીકળ્યો હોય તેવી આશંકા રહેલી છે. જો કે, પોલીસ હાલમાં જાણવા જોગ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ડ્રગ્સની ચર્ચા વચ્ચે ગાંજાનો છોડ મળતા ચકચાર :
હાલમાં ડ્રગ્સના કેસને લઈને સુરત શહેરમાં સતત ચર્ચામાં રહે છે ત્યારે નશાના દુષણમાં ગળાડૂબ બનેલ સુરત શહેરમાં ગાંજો પણ મોટાપાયે લાવવામાં આવતો તેમજ ખુબ મોટા પ્રમાણમાં ગાંજો પકડાયો છે ત્યારે ગાંજાના છોડ મળતા ફરી એકવખત નશો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *