સુરત(Surat): ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરીને વહેલી સવારમાં ખુલ્લા ઘરોમાં ઘુસી કિંમતી સામાનની ચોરી કરતી તામિલનાડુ(Tamil Nadu)ના વેલ્લુર(Vellore) જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગ(Vadher gang)ના 2 સાગરિતોને SOG દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. પુણા અને સચીન પોલીસ સ્ટેશનોના નજીકના વિસ્તારોમાં મોબાઇલ સહિત કિંમતી સામાનોની વહેલી સવારે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
આ ઘટનાઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આજ રીતની ચોરી જામનગરમાં પણ કરવામાં આવી હતી. સુરત અને જામનગરના ફૂટેજ મેચ કરતા એક જ ગેંગએ ચોરી કરી હોવાની બહાર આવ્યું હતું. જેના કારણે એસઓજીના પીઆઈ આર.એસ.સુવેરા અને પીએસઆઈ વી.સી.જાડેજાની ટીમે મળેલી જાણકારીના આધારે બન્ને રીઢાચોરો મુનીશાલી વઢી(36) અને રવિચંદ્રન વઢી(વઢેર)(બન્ને રહે,તમિલનાડુ) ને શુકવારના રોજ બપોરે પર્વત પાટિયા કેનાલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ 51 મોબાઈલ, 5 લેપટોપ, 8 હજાર રોકડ સહિત કુલ 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ચોરો એટલા શાતીર હતા કે, પોતા ગાંડા, અંધ હોવાનું કહીને ઘરમાં ઘુસને ચોરીને અંજામ આપતા હતા. હાલમાં પોલીસ દ્વારા આ બંને શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સુરત શહેરમાં ચોરીની ઘટનામાં પણ વધારો થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.