ભારતના આ સ્થાને આવ્યો 5.0 થી વધુની તીવ્રતાના બે ભૂકંપ- PM મોદી અને અમિત શાહે આપી મદદની ખાતરી

મિઝોરમમાં 12 કલાકમાં જ બે ભૂકંપના આંચકા આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું છે. સદનસીબે, હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમથંગા એ જણાવ્યું કે, પીએમ અને ગૃહ પ્રધાનને તેમના સમર્થનની ખાતરી માટે આભાર માનીએ છીએ.

ભૂકંપના સમાચારો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરામથંગા(Chief Minister of Mizoram, Zoramthanga) સાથે વાત કરી હતી અને રાજ્યમાં આવેલા ભૂકંપના પગલે તેમને તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી. વડા પ્રધાન દ્વારા લખેલ એક ટ્વિટમાં લખ્યું છે કે, “ભૂકંપના પગલે મિઝોરમના મુખ્યમંત્રી, ઝોરમથંગા જીને ત્યાંની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. કેન્દ્ર તરફથી તમામ શક્ય સમર્થન આપવાની ખાતરી આપવામાં આવી હતી.”

અગાઉ રવિવાર (21 જૂન, 2020) ના રોજ સાંજે 4.16 વાગ્યે 5.1 ની તીવ્રતાનો ભૂકંપ ભારતના ઇશાન ક્ષેત્રમાં આવ્યો હતો, તેનું કેન્દ્ર મિઝોરમના આઈઝૌલ જિલ્લાનું કેન્દ્ર હતું.

એનસીએસએ પુષ્ટિ આપી કે તેનું કેન્દ્ર મિઝોરમમાં આઇઝૌલથી 25 કિમી પૂર્વ ઇશાન (ઇએનઇ) હતું. ભૂકંપ 35 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયો હતો.

આંચકાઓ પાડોશી રાજ્યો આસામ, મેઘાલય, મણિપુર અને મિઝોરમમાં અનુભવાયા હતા, જોકે હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *