Gandhinagar Bribe News: ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના બે કર્મચારીઓ સામે લાંચ માંગવાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં (Gandhinagar Bribe News) ટાઇપિસ્ટ કાંતીભાઈ ચેલદાસ પટેલ અને સિનિયર કલાર્ક ભરતકુમાર ચીમનલાલ પટેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ આ બંને કર્મચારીઓ સહયોગ સંકુલ, સેક્ટર-11માં ફરજ બજાવે છે.
લાંચિયા અધિકારીએ 1500 રૂપિયાની લાંચ માંગી
ફરિયાદી પાસે ટાટા ઇન્ડિગો ટેક્સી છે, જે તેમણે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કલોલ સબ ડિવિઝનને ભાડે આપી હતી. સપ્ટેમ્બર 2018નું રૂ. 26,000નું બિલ કલોલથી ગાંધીનગર ડિવિઝન કચેરીમાં મોકલવામાં આવ્યું હતું.
બિલની પ્રક્રિયા અંગે પૂછપરછ માટે ફરિયાદી કચેરીએ ગયા ત્યારે બંને આરોપીઓએ બિલ પાસ કરાવવા માટે દરેક પાસેથી રૂ. 500 અને દારૂની બોટલની માગણી કરી હતી. રકઝક બાદ કુલ રૂ. 1,500ની લાંચની માગણી કરવામાં આવી હતી.
ACBએ આગળની તપાસ હાથ ધરી
જે બાદ ફરિયાદીએ ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે એસીબીની ટીમે આ લાંચિયા અધિકારીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. કે આ અગાઉ કોની કોની પાસે લાંચ માંગી છે આ લોકોના ભરડામાં કેટલા નિર્દોષ લોકો આવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App