ગુજરાત(Gujarat): રાજ્યમાં ઓમિક્રોન(Omicron in Gujarat)ની દહેશત વધી રહી છે. ઓમિક્રોનના જામનગર(Jamnagar)માં વધુ બે પોઝિટિવ કેસો સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ(Omicron positive) આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3 ઓમિક્રોન કેસ પોઝિટિવ નોંધાયા છે.
આ દરમિયાન તેમના પરિવારના અન્ય બે મહિલા સભ્યો એવા તેમના પત્ની તેમજ સાળા પણ કોરોના સંક્રમિત થયા હોવાને કારણે જામનગરના આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. તે બંનેને પણ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે મળી આવેલા બે પોઝિટિવ કેસને લઈને જામનગરનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. ઝિમ્બાબ્વેથી ટ્રાવેલ કરીને જામનગર આવેલા અને મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષના વૃદ્ધ કે જેઓ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા છે, અને ઓમિક્રોન વેરિએન્ટનો ગુજરાતમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો.
જે દર્દીને હાલમાં જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં અલગથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેઓની હાલમાં સઘન સારવાર ચાલી રહી છે. સાથોસાથ તેઓના પરિવારના કોરોનાના સેમ્પલો એકઠા કરવામાં આવ્યા હતા. જે પૈકી આજે વધુ બે સભ્યોના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ઓમિક્રોન વેરિયન્ટના દર્દીના અન્ય બે સગા એવા 65 વર્ષ તેમના પત્ની તેમજ 52 વર્ષની વયના તેમના સાળા કે જે બંને દર્દીઓના આજે ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી જામનગરનું આરોગ્ય તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.