આજે અમે તમને જે બંને પોલીસ કર્મીઓ મહિલાઓની વાત કરવા જઈ રહ્યા છીએ તેઓએ એક એવું કાર્ય કર્યું છે કે ગુજરાતના લોકો નું માથું ગર્વ થી ઊંચું થઈ ગયું છે. આ બંને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ ત્રણેક મહિનાના બાળકોને સાથે લઈને પોતાની બોલીને ટ્રેનિંગ પૂર્ણ કરી છે.
આ બંને મહિલા એ મહિલા સશક્તિકરણનું એક જીવંત ઉદાહરણ છે જેમાં એક ગીતાબેન ચૌધરી અને બીજા સુરેન્દ્રનગરના ભાગ્યેશ્વરી બા ઝાલા છે. આ પહેલા ઇતિહાસમાં આવું પગલું કોઈએ પણ ભર્યું ન હતું. પહેલી વખત ગુજરાત પોલીસના ઇતિહાસમાં કોઈ પોલીસ મહિલા ઇન્સ્પેક્ટર એ બાળકો સાથે સંપૂર્ણ તાલીમ પૂરી કરી અને તેઓ આજે દીક્ષાંત પરેડમાં સામેલ થઈ રહ્યા છે.
કરાય પોલીસ એકેડમીમાં બાળકોને સાથે લઈને ટ્રેનિંગ કરવી એ શક્ય ન હતી કારણ કે ત્યાં નવજાત બાળકો માટે કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી ત્યાં બાળકોને સાથે લઈને ટ્રેનિંગ કરવાનું શક્ય જ ન હતું ત્યાં બાળ સંભાળ કેન્દ્ર શરૂ થયા પછી નવી ભરતીમાં જ નહીં ચાલુ સેવામાં કમાન્ડો ટ્રેનિંગની તક મળે તેવા મહિલા પોલીસ પણ પોતાના બાળકો સાથે અહીં સામેલ થયા અને ટ્રેનિંગ પૂર્ણ કરી.
GPSC ની પોલીસ ઇન્સ્પેક્ટર ભરતીમાં પસંદ થયેલા ગીતાબેન મોતીભાઈ ચૌધરી અને ભાગ્યેશ્વરી બા પોતાના ટ્રેનિંગ દરમિયાન ગીતાબેન પોતાના ત્રણ મહિનાની બાળકીને લઈને આવ્યા હતા અને ભાગ્યેશ્વરી બા બંને સાસુ અને સસરા ની મદદથી ટ્રેનિંગમાં આવ્યા હતા. તેઓ લગભગ 12 કલાકના પરિશ્રમ અને તાલીમ અને પૂર્ણ કરી આજે દીક્ષા મેળવી સેવામાં પ્રથમ પગલું મુકવા જઈ રહ્યા છે. આ બંને બહેનોને ગુજરાતના લોકો વતી ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવે છે અને મહિલા સશક્તિકરણનો આ જ એક જીવંત ઉદાહરણ બનીને આવનારી પેઢીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.