દેશની રાજધાની દિલ્હીમાં હેરાન કરનારી ઘટના સામે આવી છે.અહીંયા શાલીમાર બાગમાં એક પિતાએ પોતાના જ બે બાળકોની હત્યા કર્યા બાદ મેટ્રો આગળ કૂદી આત્મહત્યા કરી લીધી છે.
મળતી વિગતો અનુસાર પિતા મધુરે પહેલા 14 વર્ષની સમીક્ષા અને 6 વર્ષના શ્રેયાંશને ઘરમાં જ ગળું દબાવી હત્યા કરી. ત્યાર બાદ પિતાએ મેટ્રો સ્ટેશન પર જઈ આત્મહત્યા કરી લીધી.
પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 6:45 વાગ્યે ઈસ્ટ શાલીમાર બાગ વિસ્તારથી પીસીઆર કોલ મળ્યો જેમાં જણાવવામાં આવ્યું કે મધુરજીએ એક બાળક નું ખૂન કરી નાખ્યું છે.કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરમાં બે બાળકોની લાશ અલગ અલગ બેડ પર પડેલી હતી.
તપાસમાં માલૂમ પડ્યું કે બાળકોની માં માર્કેટ ગઈ હતી. જે ઘટના બાદ ઘરે પહોંચી પરંતુ પિતા ફરાર હતો. પોલીસ તપાસ શરૂ થઈ હતી ત્યાં મેટ્રોપોલીસએ સમાચાર આપ્યા કે હત્યારા પિતા મધુરે હૈદર પુર મેટ્રો સ્ટેશન પર ચાલતી ટ્રેન સામે કુદી જીવ આપી દીધો છે. પોલીસે તમામની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યારા પિતાની ફેક્ટરી હતી, જે છ મહિના પહેલા બંધ થઇ ગઇ હતી. ત્યારથી તે ડિપ્રેશનમાં હતો. ઘણીવાર તે પોતાની જાતને મોટીવેટ કરવા માટે વિડીયો પણ જોતો હતો, પરંતુ ડિપ્રેશનથી છૂટકારો ન મળ્યો. મધુરે મેટ્રો સ્ટેશન પર જ્યાં આત્મહત્યા કરી ત્યાંથી કોઈ સુસાઇડ નોટ મળી આવેલ નથી.
પોલીસ હવે તપાસમાં જોડાઈ છે કે એક પિતાએ પોતાના બે માસૂમ બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કેમ કરી. હાલ તો લાશને પોલીસે કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. પોલીસે આગળની તપાસ કરી રહી છે.
ઘટના બાદ દિલ્હી મેટ્રો રેલ નીગમે ટ્વીટ કર્યું કે, “હૈદરપુર બાદલી વળાંક પર યાત્રી ના પાટા પર આવી જવાના કારણે સમયપુર બદલીથી જીટીબી નગર વચ્ચે મેટ્રો રેલ સેવા માં મોડું થયું.”લગભગ 15 મિનિટ બાદ મેટ્રો નીગમે એક વધારે ટ્વિટ કરીને જણાવ્યું કે સેવા જેમ હતી તેમ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.