આજકાલ અકસ્માત(accident)ની સંખ્યામાં ખુબ જ વધારો થતો જોવા મળે છે. દિવસમાં કેટલાય અકસ્માતો થાય છે જેની આપણને ખબર પણ હોતી નથી. ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના ગાઝિયાબાદ(Ghaziabad)માં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાઝિયાબાદના જીટી રોડ પર ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાસ્તવમાં, પુલ પર ડ્રાઇવરે ટ્રક(Truck)ને રિવર્સ ગિયરમાં નાખી દીધો હતો. જેના કારણે પાછળથી આવી રહેલી બે રીક્ષા અને બાઇકને ટ્રકની જપેટમાં આવી ગયા હતા.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જીટી રોડ પર એક ભયાનક ટ્રક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, શહીદ સ્થળ મેટ્રો સ્ટેશન પાસે પુલ પર બપોરે 12 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરે ભૂલથી રિવર્સ ગિયર લગાવી દીધો હતો જેના કારણે ટ્રક ફૂલ સ્પીડમાં પાછળ ગયો હતો, જેના કારણે પાછળથી આવતી બે રીક્ષા અને એક બાઈક સાથે ભયંકર અથડામણ થઇ હતી.
જણાવવામાં આવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ આરોપી ડ્રાઈવર ટ્રક ત્યાં જ મૂકીને જ ફરાર થઇ ગયો હતો. ત્યાં હાજર લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પહેલા રીક્ષામાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા હતા. લોકો રીક્ષામાં એવી રીતે ફસાયા હતા કે તેમને બહાર કાઢવા માટે રીક્ષા કાપવી પડી હતી.
તે જ સમયે, આ અકસ્માતમાં અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમામની હાલત ગંભીર હોવાનું જણાય છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ પોલીસે આરોપી ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.