‘રબ ને બના દી જોડી’ – 36 ઇંચનો વરરાજો અને 34 ઇંચની દુલ્હને પ્રભુતામાં પાડ્યા પગલા

કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે અને પૃથ્વી પર મળે છે. બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)માં આવી જ એક જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ અનોખા લગ્નમાં હજારો…

કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે અને પૃથ્વી પર મળે છે. બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)માં આવી જ એક જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ અનોખા લગ્નમાં હજારો મહેમાનો આમંત્રિત થયા હતા. એટલું જ નહીં, લોકોએ વરરાજો-કન્યા સાથે સેલ્ફી પણ લીધી અને બંનેને સફળ દાંપત્યજીવનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ લગ્ન ખૂબ જ ખાસ હતા કારણ કે વરરાજા 36 ઇંચ અને કન્યા 34 ઇંચની હતી. સમગ્ર વિસ્તારમાં લગ્નની ભારે ચર્ચા છે.

24 વર્ષની કન્યા મમતા નવગચીયાના અભિયા બજાર કિશોરી મંડળ ઉર્ફે ગુજો મંડળની પુત્રી છે. મસારુના રહેવાસી બિંદેશ્વરી મંડલનો પુત્ર મુન્ના ભારતી 26 વર્ષનો છે. વર અને કન્યા ભાગલપુર જિલ્લાના રહેવાસી છે. વાસ્તવમાં આ લગ્ન એટલા માટે ખાસ બન્યા કારણ કે 36 ઈંચના મુન્નાને તેનો લાઈફ પાર્ટનર મળ્યો હતો. 34 ઇંચની મમતા સાથે મુન્નાની જોડી નજરે પડી રહી હતી. સ્થળ પર હાજર દરેક વ્યક્તિ આ જોડીને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો.

36 ઇંચના મુન્નાને 34 ઇંચની જીવનસાથી:
લગ્ન દરમિયાન ડીજે પર ‘રબ ને બના દી જોડી’ ગીત વાગી રહ્યું હતું અને લોકો તેના પર જોરદાર ડાન્સ કરી રહ્યા હતા. આ લગ્નમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો પહોંચ્યા હતા. જયમાલાના સમયે સ્ટેજ પર લોકોનો પહોંચવાનો સિલસિલો એ રીતે શરૂ થયો કે અટકવાનું નામ જ નહોતું લેતું. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *