હાલ ખાખી વર્દીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ઠાસરા(Thasra) તાલુકાના ડાકોર (Dakor)માં રહેતી 31 વર્ષીય મહિલા વૈષ્ણોદેવી માતાજીના મંદિર (Temple of Vaishnodevi Mataji)ના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન બે વ્યક્તિઓ દ્વારા મહિલાનો પીછો કરી તેમજ બિભત્સ ચેનચાળા કરાયા હતા. જેથી આ મામલે ગોધરા રેલવે પોલીસ મથકે(Godhra Railway Police Station) ફરિયાદ નોંધાવી છે. મહત્વની બાબત છે કે પ્રવાસ દરમિયાન હેરાનગતિથી કંટાળેલી મહિલાએ પ્રવાસના આયોજકને ફરિયાદ કરતા તેમણે બંને વ્યક્તિઓ પાસે માફી મંગાવી હતી.
આ પછી પ્રવાસ પૂર્ણ કરી ઘરે આવેલ મહિલાએ આ ઘટનાની જાણ તેના ભાઈને કરી હતી. તેથી તેના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. જે અંગે તપાસ કરતા ચોકાવનારી વાત સામે આવી હતી. જાણવા મળ્યું હતું કે, હેરાન કરનાર વ્યક્તિઓ સેવાલિયા પોલીસ સ્ટેશનના જ કોન્સ્ટેબલ છે. જે બાદ આ બનાવ અંગે મહિલાએ બે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા વૈષ્ણોદેવી-હરિદ્વાર દર્શન કરવા ગયા હતા:
મળતી માહિતી અનુસાર, તા.1-01-2022 ના રોજ ડાકોરની રહેવાસી 31 વર્ષીય મહિલા વૈષ્ણોદેવી-હરિદ્વાર દર્શન કરવા ગયા હતા.તેમની ટ્રેનની ટીકીટ ગોધરાથી તા.1 જાન્યુઆરીના રોજ કટરા સુધીની હતી. તેમની સાથે અન્ય ચાલીસ વ્યક્તિઓ પણ હતા.
મહિલાએ પ્રવાસના આયોજકને ફરિયાદ કરી હતી:
આ મુસાફરી દરમિયાન જ્યાં પણ ટ્રેન ઉભી રહે ત્યાં નીચે ઉતરી ખરાબ કોમેન્ટ કરતા હતા. તેમજ ગંદી રીતે મહિલા સામે જોઈ ઇશારા કરતા હતા. તેથી મહિલાએ આ અંગે પ્રવાસના આયોજકને ફરિયાદ કરી હતી. જેથી આયોજકોએ એ બે વ્યક્તિઓને આવુ નહી કરવા જણાવી માફી મંગાવી હતી. તા. 8 જાન્યુઆરીના રોજ દહેરાદુન એક્સપ્રેસ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યા પણ આ વ્યક્તિઓ દ્વારા મહિલા સામે જોઈ ઇશારો કર્યો હતો. જેથી મહિલાએ આ બંને વિરુધ્દ ફરિયાદ નોંધાવી હતી.
બે પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ:
આ બનાવ અંગે ડાકોરની મહિલાએ ગોધરા રેલવે પોલીસ મથકે સેવાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા અને ધીંમતસિંહ બળવંતસિંહ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ થયા બાદ સૌ પ્રથમ આ કેસની તપાસ થશે, તેમજ ફરિયાદમાં જણાવેલ આક્ષેપો સાચા છે કે નહીં તે અંગે તપાસ કરશે. જો આક્ષેપો સાચા ઠરશે તો પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. તેમજ ગોધરા રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.