‘શહીદોની શહાદતને સો-સો નમન’ – જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટ થતા આર્મી કેપ્ટન સહીત બે જવાન શહીદ થયા

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટ(Grenade explosion) થયો હતો. જેમાં સેનાના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ…

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટ(Grenade explosion) થયો હતો. જેમાં સેનાના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી.

આર્મી પીઆરઓએ જણાવ્યું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે પૂંચના મેંધર સેક્ટરમાં બની હતી. આ ઘટના બની ત્યારે સેનાના જવાનો ફરજ પર હતા. તેમણે કહ્યું કે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. આર્મી કેપ્ટન આનંદ અને નાયબ-સુબેદાર (JCO) ભગવાન સિંહે સારવાર દરમિયાન દમ તોડી દીધો. જ્યારે અન્ય પાંચ જવાનોની સારવાર ચાલી રહી છે.

આ પહેલા રવિવારે બપોરે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) શહીદ થયા હતા. જ્યારે અન્ય એક રાહદારી ઘાયલ થયો હતો. ઘટના બાદ તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શહીદ ASI વિનોદ કુમાર ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના રહેવાસી હતા.

આ મહિનામાં સુરક્ષા દળો પર બે હુમલા, બે જવાન શહીદ:
અમરનાથના લોકાર્પણ બાદ જુલાઇ મહિનામાં આતંકીઓએ સુરક્ષા દળો પર બે વખત હુમલા કર્યા છે. આ હુમલાઓમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે જવાન અને એક નાગરિક પણ ઘાયલ થયા છે. 12 જુલાઈના રોજ શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં પોલીસની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા પોલીસ એએસઆઈ મુસ્તાક અહેમદ શહીદ થઈ ગયા હતા.

જ્યારે અન્ય બે જવાન ઘાયલ થયા હતા. 17 જુલાઈએ પુલવામામાં નાકા પાર્ટી પર થયેલા હુમલામાં CRPFનો એક ASI શહીદ થયો હતો. આમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *