સાબરકાંઠામાં પૂરઝડપે આવતી કારે કાબૂ ગુમાવતાં સર્જાયો ગંભીર અકસ્માત, બે વિદ્યાર્થીઓના મોત

Sabarkantha Car Accident: હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક મંગળવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. જ્યારે બે લોકોને ઘાયલ થતા તેમને સારવાર (Sabarkantha Car Accident) માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.

વિદ્યાર્થીઓએ કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કોપિયો કાર લઈને જમવા જતા હતા. રોડ પર ઓવર સ્પીડમાં જતા વિદ્યાર્થીઓએ કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયો કાર ચાર-પાંચ પલટી મારી ગઈ હતી. આ કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, ઓવર સ્પીડમાં જતી સ્કોર્પિયો કારે અચાનક નિયંત્રણ ગુમાવી ચાર-પાંચ પલટી ખાધી હતી.

આ અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 2 ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મૃતક વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા.

બંને મૃત દેહોને પોસ્ટમોર્ટમ ​​​​​​માટે ખસેડાયા
આ ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારમાં સવાર અન્ય વ્યક્તિઓની માહિતી અને કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગેની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા બંને મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ ગંભીર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.