ગુજરાત(Gujarat): નડિયાદ(Nadiad)માં ડભાણ(Dabhan) ચોકડીથી કમળા ચોકડી બાજુ જતા રોડ પર હિટ એન્ડ રનની ગોઝારી ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં ડભાણ ચોકડીથી કમળા ચોકડી બાજુ જતા રોડ પર આઇસર ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઇ હતી. ગમખ્વાર અકસ્માત(Accident)માં રિક્ષામાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં બે મહિલાઓના કરુણ મોત થયા હતા. આઇસર ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષામાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ઘાયલ થતાં 108 માધ્યમથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ રૂરલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં લખતર-જમર ગામ વચ્ચે અકસ્માત સર્જાતા બે પોલીસકર્મીના કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં લખતર-જમર ગામ વચ્ચે બે પોલીસકર્મીઓની બાઈક સામે પશુ આવી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બાઈક ઉપરથી નીચે પડતાં એક પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પોલીસ કર્મીને સારવાર માટે લઈ જતા મોત થયું હતું.
રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.