સાપુતારા જતી સુરતની ૫૦ મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ખુશી

ગુજરાત(Gujarat): ગિરિમથક સાપુતારા(Saputara)ની સહેલગાહે આવેલી સુરતની એક પ્રવાસી બસ ગઈકાલના રોજ એટલે કે 9 જુલાઈની મોડી સાંજે માલેગામ(Malegaon)ના ઘાટ માર્ગમા પલટી જતા ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં 2 મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા. સુરત(Surat)ના હરિપાર્ક વિસ્તારમાં આવેલા V3 શ્યામ ગરબા ક્લાસિસની મહિલાઓ હતી. જે સાપુતારાની પીકનીક પર ફરવા ગઈ હતી. ત્યારે પાછા ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાની જાણ થતા જ તંત્ર સહિત આજુબાજુના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, રાજ્યના માર્ગ મકાન મંત્રી પુરણેશ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ, તેમણે તાત્કાલિક બીજેપીના વઘઇ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને તુરંત ઘટના સ્થળે પહોંચી, જરૂરી મદદ પુરી પાડવાની સૂચના આપતા કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યા જિલ્લા વહીવટી તંત્રને સાથ આપ્યો હતો, ઘાયલોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્રો સહિત આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

ગરબા ક્લાસિસમાં એકઠા થઈને મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, મુસાફર મહિલાઓને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટના સામે આવતાની સાથે આજુબાજુ ગામના લોકોને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીધું હતું. ડાંગ વિસ્તારમાં અકસ્માત થયો હોવાને કારણે મહિલાઓને સંપર્ક કરવામાં પણ ઘણી મુશ્કેલી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

9 જુલાઈના રોજ રાત્રીના 8:30 કલાકે બનેલા આ અકસ્માત અંગેની ફરિયાદ, સાપુતારા પોલીસ મથકે મોડી રાત્રે દાખલ થઇ હતી. આ ફરિયાદમા જણાવ્યા મુજબ લક્ઝરી બસ નંબર : GJ 02 W 0150 ના ડ્રાયવર સુશીલ ગોવિંદભાઇ સાવલિયાએ, ઘાટ માર્ગમા પુર ઝડપે અને ગફલતભરી રીતે તેમનુ વાહન હંકારતા અને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ પ્રવાસી બસ પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને પચ્ચીસેક ફૂટ નીચે ખીણમા ખાબકી હતી. જેને કારણે કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને બે મહિલાઓના કરુણ મૃત્યુ થયા છે.

અકસ્માતમા મૃત્યુ પામનારાઓની યાદીમાં સોનલબેન સ્નેહલભાઈ દાબડા, ઉ.વ.૪૫, રહે.અડાજણ, સુરત અને કુંદનબેન કિર્તીશભાઈ સાપરિયા, ઉ.વ.૪૨, રાંદેર, સુરત નું નામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *