પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બે મહિલાઓને અડફેટે લીધી- બન્નેનું ઘટનાસ્થળે જ કરુણ મોત 

ભુજ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ભુજ(Bhuj) તાલુકાના દેશલપર વાંઢાય(deshalpar vandhay) નજીક બુધવારે રાત્રીના સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવમાં રોંગ સાઇડ(Wrong side)થી ધસી આવેલી ટ્રક અને કાર વચ્ચે ટક્કર બે મહિલાઓ વાહનો વચ્ચે દબાઇ જતાં તેમનું સ્થળ પર કંમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. આ ઘટનાને પગલે ગ્રામજનો તેમજ પસાર થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી તેઓ કાર(car)ને સળગાવી દેવાની તૈયારીમાં હતા ત્યાં પોલીસ(Police) કાફલો સમય પર પહોંચી આવીને મામલો થાળે પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માતનો બનાવ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. દેશલપર વાઢાય ગામે રહેતા અંદાજીત 50 વર્ષની ઉમરના માલબાઇ ખીમજીભાઇ મહેશ્વરી અને લક્ષ્મીબેન કાનજીભાઇ ધોરીયા નામના બે બહેનો વોકિંગ કરીને જઇ રહ્યા હતા. આ દરમિયાન, પાછળથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બન્ને બહેનોને અડફેટે લઇ સાઇડમાં ઉભેલી કાર સાથે અથડાવી દીધી હતી. જેથી બે મહિલાઓ કાર અને ટ્રક વચ્ચે દબાઈ જતાં તેમનું ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.

મૃતક માલબાઇ મહેશ્વરીનો પુત્ર જેન્તીભાઇ ખમીજીભાઇ મહેશ્વરી અબડાસા તાલુકાના સાંધણ ગામે તલાટી તરીકે ફરજ બજાવે છે જ્યારે હતભાગી લક્ષ્મીબેનનો પુત્ર ધિરજભાઇ કાનજીભાઇ મહેશ્વરી પશ્ચિમ કચ્છ પોલીસ મથકમાં એમટી વિભાગમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. બન્નેની માતાઓના સ્થળ પર મોત થતાં બને મહિલાઓને પોસ્ટમોર્ટમ માટે જી.કે.જનરલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ઉસ્કેરાયેલા 800 જેટલા લોકો ઉમટી પડ્યા હતા અને ટ્રકને સળગાવાની તૈયારી બતાવી હતી.

આ દરમિયાન, માનકુવા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વાય.પી.જાડેજા અને તેમનો સ્ટાફ બે પોલીસ વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડીને ટ્રાફિક હળવો કર્યો હતો. મહિલાઓના મોતથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. સ્થળ પર નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવીને રોંગ સાઇડમાં હંકારી રહ્યો હતો. બે મહિલા પગે જતી હતી તેને અડફેટે લઇ ઘસડીને ઉભેલી કાર સાથે જોરદાર ઠોકી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *