Kalol Car Accident: કલોલ તાલુકાના સાંતેજ ગામે બે વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારી હતી. કારની ટક્કરથી બાળકીને (Kalol Car Accident) ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને સારવાર માટે લઈ જતા તેનું મોત થઈ ગયું હતું. ત્યારે બાળકીના મોતથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો હતો અને તેઓએ સ્કોર્પિયોની તોડફોડ કરી તેમાં આગ ચાપી દીધી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
બે વર્ષની બાળકીનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ તાલુકાના સાંતેજ ગામે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત થઈ જતા લોકોમાં આક્રોશ કરી વળ્યો હતો. સાંતેજમાં આવેલા અંબાજીનું પરુમાં રહેતા ગોમતીબેન અલ્પેશજી ઠાકોરની દીકરીને રકનપુરમાં પરણાવેલી છે. ગોમતીબેન તેમની દીકરી દેવાંશી ઉંમર વર્ષ 2 સાથે પિયર આવ્યા હતા. દેવાંશી ઘર આંગણે રાત્રિના સમયે રમી રહી હતી, ત્યારે પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો નંબર જીજે 18 બીઆર 5016ના સ્કોર્પિયો ચાલકે ગફલતભરી રીતે હંકારીને ઘર આંગણે રમી રહેલી દેવાંશીને ટક્કર મારી હતી.
કાર ચાલક ફરાર થયો
સ્કોર્પિયો કાર ગામમાં રહેતો સિદ્ધાર્થ ચેરાજી ઠાકોર ચલાવતો હતો અને તેની બાજુમાં તેના પિતા ચેરાજી ઠાકોર બેઠા હતા. સ્કોર્પિયોની ટક્કરથી દેવાંશીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તુરંત સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું, બાળકીના મોતથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો હતો.
લોકોમાં આક્રોશ
અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક પાસે આવેલા પાનના ગલ્લે કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ સ્કોર્પિયોમાં તોડફોડ કરી હતી અને તેમાં આગ ચાંપી દીધી હતી. અકસ્માત અંગે પોલીસે ગોમતીબેનની ફરિયાદના આધારે સ્કોર્પિયોના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App