ગુજરાત(Gujarat): એવું કહેવામાં આવે છે કે પુત્ર કપાતર પાકે છે, પણ માતા ક્યારેય કુમાતા બનતી નથી, પરંતુ એક એવી ઘટના જેમાં પોતાની કુખેથી જન્મ આપનારી જનેતાએ જ પોતાના બે વર્ષના માસૂમ બાળકને પ્રેમી સાથે મળી વેલણ અને સાવરણાથી મારીને પલંગ પર પછાડી પછાડી દર્દનાક રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સલીમ(પતી) અને તેની પત્ની હુસેના
જો વાત કરવામાં આવે તો 8 માર્ચ એટલે કે મહિલા દિવસ નિમિત્તે જ વઢવાણ શહેરની શ્રદ્ધા હોટલ પાછળ પ્રેમી સાથે પરિણીતા રહેતી હતી. પરંતુ આ બે વચ્ચે એક માસુમને હત્યાનો શિકાર બનવું પડ્યું હતું. પ્રેમી સાથે મળીને પ્રેમસંબંધમાં કાંટારૂપ બે વર્ષના પુત્રની માર મારીને ક્રૂર હત્યા કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, છેલ્લા દોઢ-બે મહિનાથી હુસેના તેના પ્રેમી જાકિર અને નાના પુત્ર આર્યન સાથે વઢવાણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. આટલું જ નહી પણ પ્રેમી અને માતા બન્ને અવારનવાર પુત્ર આર્યનને ખુબ જ માર મારતા હતા. ફક્ત બે વર્ષના બાળકના અકાળે મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે, 8 માર્ચના રોજ બપોરના સમયે અચાનક બાળકની તબિયત લથડવાને કારણે સૌપ્રથમ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં બાળકની તબિયત વધુ લથડવાને કારણે તેને ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જતાં રસ્તામાં જ તેનું મોત થયું હતુ.
પ્રેમી જાકીર અને પ્રેમિકા હુસેના
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું પણ જાણવા મળ્યું છે કે, રાજકોટની હુસેના હુસેનભાઈ વાઘેરના લગ્ન આઠ વર્ષ અગાઉ સાવરકુંડલા ગામે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરી રહેલ સલીમભાઈ યુસુફભાઈ રફાઈ સાથે થયા હતા. આ લગ્નજીવન દરમિયાન હુસેનાને બે પુત્રો આર્યન અને રેહાનને જન્મ આપ્યો હતો. ત્રણેક વર્ષના દાંપત્યજીવન બાદ પતિ-પત્ની વચ્ચે ખટરાગ થવાને કારણે હુસેના બન્ને પુત્ર સાથે પિયર રહેવા જતી રહી હતી. પતિ સલીમભાઈ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે હુસેના તેના બન્ને બાળકને ખૂબ મારતી હતી. તેથી બન્ને વચ્ચે ખુબ જ કંકાસ અને ઝઘડો થતો હતો.
બે વર્ષનો દીકરો આર્યન અને તેની હત્યારી માતા હુસેના
મહત્વનું છે કે, પિયરમાં હુસેનાની આંખ રાજકોટના જ જાકીર હુસેન ફકીર સાથે મળી જતાં દોઢ મહિના અગાઉ બન્ને વઢવાણ શ્રદ્ધા હોટલ પાછળ ભાડાના મકાનમાં રહેવા માટે આવી ગયાં હતાં. જો વાત કરવામાં આવે તો 8 માર્ચે આર્યનની તબિયત લથડતા તે બેભાન થઈ ગયો હતો. જેથી હુસેના તેને વઢવાણની ગાંધી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગઈ હતી, પણ આર્યનને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતાં સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ સારવાર કારગત ન નીવડતાં વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે હુસેનાનાં ભાઈ નાજાભાઈએ મૃતક બાળક આર્યનના પિતા સલીમભાઈને જાણ કરવામાં આવી હતી અને અંતિમવિધિ માટે રાજકોટ બોલાવવામાં આવતા સલીમભાઈ રાજકોટ દોડી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.