ભયંકર મંદીએ લીધો વધુ એકનો જીવ… સુરતમાં લુમ્સ ચલાવતા કારખાનેદાર ઓફિસમાં જ લટકી ગયા

Looms Manufacturers Commits Suicide in Surat: આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત (Gujarat) ના સુરત (Suicide…

Looms Manufacturers Commits Suicide in Surat: આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત (Gujarat) ના સુરત (Suicide in Surat) માંથી સામે આવી છે. આર્થિક સંકડામણને લઈને કારણે સુરતના પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાનેદારે (Looms Manufacturers) આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસાર 43 વર્ષીય યુવક લુમ્સની ફેક્ટરી ચલાવતો હતો, ધંધામાં મંદી હોવાના કારણે આર્થિક સંકડામણથી આ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું. મૂળ મહેસાણાના વતની અને હાલ સુરત શહેરના અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર આવેલા આકાશ એસ્ક્લેવમાં રહેતા સીતારામ કાંતિભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને લુમ્સના કારખાના સાથે સંકળાયેલા હતા. 

મળેલી માહિતી અનુસાર સીતારામ કાંતિભાઈ પટેલ પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલ મિનરવા ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં લૂમ્સનું કારખાનું ધરાવતા હતા. તે દરમિયાન સીતારામ ગઈકાલે ખાતાના ત્રીજા માળે આવેલ ઓફિસની અંદર પંખાના હુક સાથે દોરી બાંધી હતી અને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જયારે આ ઘટના અંગે કારીગરો અને ત્યાંના હાજર લોકોને જાણ થઇ હતી ત્યારે તે લોકો ચોકી ઉઠ્યાં હતા. જયારે આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ઘટના સ્થળે આવીને મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ સમગ્ર ઘટનાના સમાચાર પરિવારમાં મળતા ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

જયારે આ સમગ્ર મામલે મૃતકના ભાઈ જયેશ પટેલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, લુમ્સ ખાતામાં છેલ્લા ઘણા સમયથી કાપડનો ઓર્ડર નહીં મળવાથી ભાઈ ખુબજ ટેન્શનમાં રહેતો હતો. ધંધામાં મંદી હોવાથી પરેશાન થઈને આર્થિક સંકડામણથી જ પોતાના જ લુમ્સ ખાતામાં ભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બાબતે મને પણ કોઈ જાણ કરી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *