વડોદરા જિલ્લામાં આવેલા કરજણ તાલુકાના એક ગામની યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેની સાથેના અશ્લીલ ફોટા પાડી યુવતીને નોકરીની લાલચ આપી ભરૂચ જિલ્લાના બે યુવાનોએ બળાત્કાર ગુજારતા યુવતીએ બંને અપરાધી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર કરજણ તાલુકાની મૂળ વતની પરંતુ હાલ વડોદરામાં રહેતી યુવતી એમએસસીનો અભ્યાસ કરી રહી છે. એક વર્ષ પહેલા તે ભરૂચ ગઇ હતી ત્યારે લુવારા ગામમાં રહેતા મોઇન યાશીન પટેલ સાથે ઓળખાણ થઇ હતી. મોઇને યુવતીને નોકરી અપાવવાના બહાને મિત્રતા કેળવી હતી અને મોબાઇલ નંબર તેમજ બાયોડેટા વિગેરે માહિતી ની આપલે કરી હતી. મોઇને યુવતીનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ પોતે દહેજમાં આવેલી રિલાયન્સ કંપનીમાં મેેનેજર છે તેમજ ત્યાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.અને યુવતી તેની વાત માની પણ ગઈ હતી.
મોઇનની વાતમાં ફસાયેલી યુવતીને લગ્નની લાલચ પણ આપી પાલેજ અને ભરૂચ નોકરીના કારણોસર બોલાવતો હતો. તા.31 મેના રોજ મોઇને યુવતીને પાલેજ બોલાવી ત્યાંથી રિક્ષામાં સાથે બેસાડી કરજણ હાઇવે પરની શિવશક્તિ હોટલના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ મારે કશું કરવું નથી તેમ કહી યુવતી સાથે સેલ્ફી લીધી હતી. બે-ત્રણ દિવસ પછી તે સેલ્ફી ને એડિટ કરી મોઇને યુવતીને અશ્લીલ ફોટા મોકલ્યા હતા અને તું મારી સાથે લગ્ન નહી કરે તેમજ શરીરસુખ માણવાની ના પાડીશ તો તારા ફોટા તારા માતા-પિતાને મોકલી વાયરલ કરી દઈશ એવી ધમકી પણ આપી હતી.
મોઇને દ્વારા યુવતી બ્લેકમેઈલ થયા બાદ અરમાન નામના એક અન્ય યુવાનનો પણ યુવતી પર ફોન આવ્યો હતો. અરમાને યુવતીને જણાવેલ કે તારા અને મોઇન વચ્ચે શું ચાલે છે તેની મને ખબર છે હું તને તેમાંથી બચાવી લઈશ તેમ કહી યુવતીને ભરૂચ બોલાવી હતી. જો કે અરમાને પણ મોઇન સાથેના ફોટા બતાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતું અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
મોઇન અને અરમાને યુવતીના ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ પણ કરી દીધા હતા. બંનેના કરતૂતોથી કંટાળી ગયેલી યુવતીએ આખરે મોઇન યાસીન પટેલ (રહે.લુવારા તા.ભરૂચ) અને સપન ઉર્ફે અરમાન બાલુ જમાદાર (રહે.દાંડિયાબજાર, ભરૂચ) સામે પોલીસ કેસ નોધાવ્યો હતો.હામાં પોલીસ બધી વિગતો મેળવી કેસની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP