કોરોનાનો આંકડો વધતા અમદાવાદ બાદ આ તાલુકો થશે સંપૂર્ણપણે લોકડાઉન

કોરોના વાયરસના કહેરને રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે સતત 4 તબકકામાં આગળ વધારવામાં આવ્યું હતું. પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં અનલોક…

કોરોના વાયરસના કહેરને રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે સતત 4 તબકકામાં આગળ વધારવામાં આવ્યું હતું. પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં અનલોક કરવામાં આવ્યું છે. ત્યારથી કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, 15 જૂનથી ફરી એક વાર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે.

આ અંગે ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન અંગે ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે. દરેક રાજ્યોની અલગ સ્થિતિ છે. ગુજરાત સરકાર હાલમાં લોકડાઉન લંબાવવા અંગે કે તેમાં ચેન્જ કરવા અંગે કોઇ વિચારણા નથી કરી રહી. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ લૉકડાઉન ખુલ્યા બાદ સતત વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ બધાની વચ્ચે મળતી માહિતી અનુસાર, જામનગર જીલ્લામાં આવેલ લાલપુર ગ્રામ પંચાયતે આવતીકાલથી લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની ગ્રામ પંચાયતની ગઈકાલે યોજાયેલી એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયતે આવતીકાલથી લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. જેના કારણે લાલપુર તાલુકાની ગ્રામ પંચાયતે આ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં લાલપુર ગામમાં આવતીકાલથી લૉકડાઉન લાગુ થશે. તો સવારે સાત વાગ્યે થી બે વાગ્યા સુધી જ તમામ બજાર ખુલ્લી રહેશે અને બપોર બાદ સજ્જડ બંધનું કડકપણે પાલન કરવામાં આવશે.

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 495 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22,665 થઇ છે. તો અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 77 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 15,501 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *