દાહોદ (ગુજરાત): દાહોદ જીલ્લામાં ફરી એક વાર શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધાનપુર તાલુકાના ભુવેરો ગામમાં બે યુવતીઓને મોબાઈલ પર વાત કરવાના કારણે જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે. જાહેર પંચની સામે યુવતીઓને માર મારવામાં આવતો વીડિયો જોઈ ને ધાનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરતા, પોલીસે 15 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 8 વ્યક્તો ઓની ધરપકડ કરવામાં આવી હતી. તાય્બાદ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના 26 જૂને બની હોવાનું તેવું પોલીસે જાણ કરી છે.
આ વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતીની આજુબાજુ ઘણા લોકો ઉભા જોવા મળ્યા હતા.અને તેને અલગ-અલગ સવાલો કરતા હતા. મોબાઇલ ક્યાંથી આવ્યો, કોનો મોબાઈલ છે, કોને નંબર આપ્યો હતો તે વિશે બધા પૂછપરછ કરતા હતા. ત્યારે જ બીજી યુવતીને પણ સવાલ કરતા જોવા મળે છે. થોડીક સમય બાદ સવાલો કર્યા પછી એક યુવક આવિયો હતો, અને તે યુવતીને લાફા મારે છે.અને ત્યાર પછી બીજો યુવક આવે છે અને યુવતીના વાળ પકડીને જમીન પર પછાડે છે અને લાત પણ મારે છે.
દાહોદ જિલ્લામાં યુવતીને મારવાની આ પ્રથમ ઘટના નથી, અગાવ પણ આવી ઘટના સામે આવી હતી. જેમાં દાહોદના ધાનપુરના ખજૂરી ગામે પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યુ હતું તથા તેણીને માર મારવામાં આવ્યો હતો. અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં ફેરવવામાં આવી હતી.આટલું જ નહિ પણ નરાધમોએ તેણીના પહેરેલા કપડાં પણ ફાડી નાખ્યા હતા.
ત્યારબાદ યુવતી પોતાનું શરીર ઢાંકવા માટે આજુ-બાજુ ની મહિલાઓ તરફ ભાગી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને પોતાનું શરીર ઢાંક્યું હતું. જોકે, નરાધમોએ તે યુવતીના કપડાં પણ ખેંચીને ફાડી નાખ્યા હતા.યુવતીને આવી જ હાલતમાં ગામમાં ફેરવી હતી. યુવકનો ભાર સહન ન કરતા યુવતી વારંવાર નીચે બેસી જતી હતી. છતાં પણ નરાધમો તેણીને ફરીથી ઊભી કરીને આખા ગામમાં ફેરવવાની ફરજ પાડતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.