ભાવનગરના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત, ધુળેટીના દિવસે બંને પરિવારના કુળદીપક બુઝાયા

હાલમાં કોરોના મહામારીના ફેલાવામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવા સમયે ધૂળેટી પર્વની ઉજવણીને લઈ કેટલીક ગાઈડલાઈન્સનું પાલન કરવાં જણાવ્યા હતું. ભાવનગર જિલ્લામાં આવેલ કોળિયાકના દરિયામાં ધુળેટીના તહેવારને લઈ લોકો દરિયાકિનારે ન્હાવા માટે ઉમટી પડ્યા હતા.

જેમાંથી 3 યુવાનો ન્હાવા માટે ગયાં ત્યારે ડૂબવા લાગ્યા હતા જેમાંથી 2 યુવાનોનાં ડૂબી જતાં મોત થયા હતા તેમજ એકને ગંભીર હાલતમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી પ્રમાણે ધૂળેટીના તહેવાર નિમિત્તે આ યુવાનો કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં નાહવા માટે ગયા હતા.

આ દરમિયાન દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા 25 વર્ષીય પંકજભાઈ સરવૈયા તથા રાકેશભાઈ એમ બંનેનાં દરિયાની વળતી ઓટમાં ડૂબી જવાને લીધે મોત થયા છે, જ્યારે સાથે રહેલ અન્ય એક યુવાનનું સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કરીને આબાદ બચાવ કરી લીધો છે.

કોળિયાકના દરિયાકાંઠે હોળી-ધુળેટીના પર્વને લઈ લોકો ખુબ મોટી સંખ્યામાં ન્હાવા માટે આવ્યા હતા જેમાંથી 3 યુવાનો પાણીમાં ખેંચાઈ ગયાં હતા તેમજ ડૂબતા જોતા તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવી ત્રણે યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાં 2 યુવાનોના મોત થયા હતા, જ્યારે એકની હાલત ખુબ ગંભીર જણાતા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

કોળિયાકના દરિયામાં પાણી ભરતીને લીધે 3 યુવાનોમાંથી 2 યુવાનોના મોત થયા છે જેમાં વધતાં રાકેશભાઈ મુકેશભાઈ ભાલાયા તથા પંકજભાઈ ધનજીભાઈ સરવૈયા આ બંને યુવાનો દરિયામાં ડૂબી જતાં મોત થયા છે જયારે વિવેકભાઈ રમેશભાઈ બારૈયાને ગંભીર હાલતમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *