નર્મદા કેનાલમાં ન્હાવા જવું પડ્યું ભારે- એકસાથે 2 નવયુવાન મિત્રો ડૂબી જતા સમગ્ર પંથકમાં છવાયો માતમ

સમગ્ર રાજ્યમાં આપઘાત, હત્યા, ચોરી-લુંટફાટ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ નર્મદા કેનાલમાં ભાઈ-બહેનનાં મોત નીપજ્યા હતાં. આબી જ એક ઘટના હાલમાં ફરી એકવાર સામે આવી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ રામપુરામાંથી ઘટના સામે આવી છે.

અહીંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરૂવારની સાંજે વડોદરાના 2 નવયુવાનો ડૂબી જતા લાપતા થયા હતા. આજે બીજા દિવસે પણ બંને યુવાનોની ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. લાપતા થયેલા 2 યુવાનો સહિત 3 યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા માટે રીક્ષા લઈને ગયા હતા.

યુવાનો તાડફળીનો ઓર્ડર આપીને ઘરે પાછાં ફરી રહ્યાં હતા :
વડોદરામાં આવેલ અટલાદરા નજીક વિનાયકપુરા પાસે રહેતા યુવાનો ભાવેશ પરમાર તથા રાકેશ માળી સહિત 3 યુવાનો હાલમાં ઉનાળાની ઋતુમાં તાડફળીનો વ્યવસાય કરવા માટે વાઘોડિયા તાલુકામાં આવેલ રામપુરા ગામ નજીક તાડફળીનો ઓર્ડર આપવા માટે ગયા હતા. તાડફળી વેચવાનું કામ કરતા પરિવારે 10 દિવસ પછી તાડફળી લઈ જવા માટે કહ્યું હતું. આ ત્રણેય મિત્રો ઓર્ડર આપીને પાછાં ફરી રહ્યા હતા.

એક યુવાન ડૂબતા બચાવવા ગયેલો યુવાન પણ પાણીમાં તણાયો :
આ દરમિયાન ભાવેશ રામપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યો હતો. પગ લપસી જતાં આ કેનાલના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જેને બચાવવા માટે તેનો મિત્ર કાળુભાઈ માળી કેનાલમાં કૂદી પડતાં મિત્રની સાથે તે પણ નર્મદાના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો.

NDRFની પણ મદદ લેવામાં આવી :
ઘટનાની જાણ અન્ય મિત્રએ વાઘોડિયા પોલીસને કરતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આની સાથે જ સ્થાનિક લોકો પણ કેનાલ નજીક પહોંચી ગયાં હતા. નર્મદા કેનાલમાં લાપતા થયેલાં યુવાનોની શોધખોળ કરવાં માટે પોલીસ દ્વારા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાંની સાથે જ લશ્કરો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આની સાથે આ બંને યુવાનોને શોધવા માટે NDRF ટીમની મદદ લેવાઈ હતી.

બીજા દિવસે પણ બંને યુવાનોની તપાસ શરૂ કરાઇ :
જો કે, મોડી રાત સુધી લાપતા થયેલા યુવાનોની જાણ થઈ ન હતી. જેને લીધે આજે સવારમાં ફરીથી બંને યુવાનોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા અટલાદરા વિસ્તારના 2 યુવાનો નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *