પરણિત હોવા છતાં કંપનીમાં કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર માણતો રહ્યો શરીર સુખ અને…

Published on: 6:43 pm, Sun, 16 May 21

વડોદરાના સલાડ ગામમાં આવેલી કંપનીના મેનેજરે તેની જ કંપનીમાં કામ કરતી યુવતી સાથે ઘણીવાર શારીરિક સુખ માણ્યું હતું. 23 વર્ષની યુવતી સાથે કંપનીના મેનેજરે પહેલા તો સ્ટોર રૂમમાં શરીર સુખ માણ્યું હતું. મળતી માહિતી અનુસાર ૨૩ વર્ષીય યુવતીને જાણ નહોતી કે, મેનેજરના લગ્ન થઇ ગયા છે અને તેના બે બાળકો પણ છે. મેનેજરે પણ યુવતીને પોતે અપરિણીત છે તેમ જણાવ્યું હતું. આમને આમ જ મેનેજરે યુવતીને લગ્નની લાલચ આપી આપીને વારંવાર શારીરિક સબંધ બાંધ્યા હતા.

થોડા સમય બાદ આ યુવકે લગ્નની ના પાડી દીધી હતી. ૨૩ વર્ષીય યુવતી કોઈને આ વાત કહે નહિ એ માટે યુવક વારંવાર યુવતીને ધમકી આપતો હતો. છેવટે આ યુવતીએ આ મેનેજર સામે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ મળતી માહિતી અનુસાર, વડોદરાના સલાડ ગામ નજીક આવેલી ‘જશ પેકેજિંગ કંપની’માં મેનેજર તરીકે ફરજ બજાવતો કૌશિક ૨૩ વર્ષનો છે. કૌશિકે તેની જ કંપનીમાં કામ કરતી ૨૩ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી આપીને ઘણીવાર સ્ટોર રૂમમાં જ ચારથી પાંચ વખત શરીર સુખ માણ્યું હતું.

કૌશિક પણ આ યુવતી સાથે વારંવાર શારીરિક સુખ માણી રહ્યો હતો અને યુવતીએ પણ લગ્નની રાહે કઈ કીધું નહોતું. જયારે જયારે યુવતી કૌશિકને લગ્નની વાતો કરતી ત્યારે ત્યારે કૌશિક વાતને ફેરવી નાખતો હતો પરંતુ છેવટે કૌશિકે લગ્નની ના પાડી દીધી હતી અને કૌશિકે યુવતીને ધમકી આપી હતી કે, ‘આપણા સંબંધો વિશે કોઇને વાત કરીશ તો હું તારુ બીજા સાથે અફેર છે એવું તારાં મા-બાપને કહીને બદનામ કરી દઇશ.’ સાથે-સાથે કૌશિકે પછી એવું પણ કહ્યું હતું કે, ‘તું પછાત જાતીની છે એટલે હું તારી સાથે લગ્ન નહી કરું અને મારા સમાજમાં તને લઇ શકું નહી.’ કૌશિકે થોડા સમય પછી તરત જ નોકરી છોડી દીધી હતી. યુવતીને હજુ પણ જાણ નહોતી કે, તેણે અત્યાર સુધી જેની સાથે લગ્નની આશાએ શરીર સુખ માણ્યું એ વ્યક્તિ પરણિત છે પરંતુ બાદમાં યુવતીને જાણવા મળ્યું હતું કે, કૌશિક પરિણીત છે અને ત્રણ વર્ષના પુત્રનો બાપ પણ છે.

આ મામલે યુવતીએ જયારે કૌશિકને પૂછ્યું હતું ત્યારથી જ કૌશિકે તેને હેરાન કરવાનું અને ધમકીઓ આપવાનું શરુ કર્યું હતું. સાથે સાથે યુવતીને એ પણ જાન થઇ છે કે, પેહલા આ જ કંપનીમાં કામ કરતી યુવતી સાથે કૌશિકના પ્રેમ લગ્ન થયા હતા અને આજે તેનો એક ત્રણ વર્ષનો પુત્ર પણ છે. કૌશિકને ડર હતો કે, આ યુવતી પત્નીને કઈ કહી દેશે તો? આ કારણોસર કૌશિકે યુવતીને ધમકી આપવાનું શરુ કર્યું હતું. છેવટે કૌશિકના ત્રાસથી કંટાળીને યુવતીએ વરણામા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટિ તેમજ બળાત્કાર અને છેડતી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.