ગુજરાતમાં ભારે વરસાદે તો તારાજી સર્જી: ઘોડાપૂરમાં ધસમસતા પાણીમાં બે યુવક તણાતા એકનું મોત, તો સાવરકુંડલામાં માલધારીની 3 ભેંસ તણાઈ

Two youths drowned in water in Gujarat, 3 buffaloes drowned: હાલ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ચોમાસુ ચાલી રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે દરેક નદી નાળા છલકાઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેટલીક નદીઓમાં હજુ પણ પુરની સ્થિતિઓ સર્જાયેલ છે. ગઈકાલે વરસેલા ભારે વરસાદને કારણે આજે સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામ માંથી પસાર થતી ધાતરડી નદી માં પૂરની સ્થિતિ જોવા મળે છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું પ્રવાહ તેમ જ યથાવત રહ્યો છે.

મળેલી માહિતી અનુસાર ખોડીયાર ગામના એક માલધારી મુકેશભાઈ પોતાની ભેસો લઈને વહેલી સવારે ચરાવવા માટે ગામથી થોડે દૂર ગયા હતા. તારવડી નદીમાં પુલનું કામ શરૂ હોવાથી નદીમાં રસ્તો હોવાથી માલધારી પોતાના પશુઓ લઈને જઈ રહ્યા હતા, ત્યારે કસમસ્તા પાણીના પ્રવાહમાં માલધારી મુકેશભાઈની ત્રણ ભેંસો પસાર થતી હતી ત્યારે તેમની ભેસો આ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે પાણીના મસ્ત પ્રવાહમાં બે યુવકો તણાઈ ગયા હતા. જેમાંથી એક યુવકને વીજળીપોલ પકડી લેતા તેનો આબાદ બચાવો થયો હતો. જ્યારે અન્ય એક યુવક પાણીમાં આગળ તણાઈ જતા લોકો દ્વારા અને તંત્ર દ્વારા તેની શોધ કરવામાં આવી રહી છે.

મળેલી માહિતી અનુસાર ગઈકાલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તે કારણે તાલુકાના છાડવાદર ગામે પાણીનો ધિસ મસ્ત પ્રવાહ જોવા મળ્યો હતો. આ પ્રવાહમાં ગામના બે યુવકો તણાઈ ગયા હતા જેમાંથી એક યુવકે વીજ પોલ પકડી લેતા તેને બચાવ થયો છે અને યુવકની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *