આપણે સૌ જાણીએ છીએ કે BAPS સ્વામિનારાયણ સંસ્થા ભારત દેશ સહીત વિશ્વના અનેક દેશોમાં હિન્દુ ધર્મને ફેલાવી રહી છે. જ્યારે લોકોને જરૂર પડે ત્યારે થોડી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સેવા માટે દોડી જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
હિન્દુ સંસ્કૃતિની મોટી સંસ્થા BAPSમાં અનેક ભણેલ- ગણેલ સંતો- સાધુઓ છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના મોટીવેશનલ અને વિદ્ધાન સંત એવા બ્રહ્મવિહારી સ્વામી વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી યુકેમાં મોટા થયા હતા, તેઓ ભણવામાં ખુબ વિદ્વાન હતા અને તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિન અભ્યાસ માટે સામેથી આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેણે તે તક છોડીને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હાથે સાધુ બનવા ભારત આવવાનું પસંદ કર્યું. તેઓ નાની ઉંમરથી BAPS સ્વામિનારાયણ સંસ્થાની મુખ્ય રચનાત્મક ટીમનો ભાગ રહ્યા છે. તે ગાંધીનગર, દિલ્હીમાં અક્ષરધામ અને ન્યૂજર્સીમાં બની રહેલા અક્ષરધામની ટીમનો એક ભાગ છે.
BAPS સંસ્થાના વિદ્વાન સંત બ્રહ્મવિહારીસ્વામી પૂર્વાશ્રમમાં લંડનના લેસ્ટર શહેરમાંથી ખુબ જ સુખી સંપન્ન ઘરમાંથી આવે છે. તેઓ જ્યારે 5 કે 6 વર્ષના હતા. તે વખતે પ્રમુખસ્વામી મહારાજ સભામાં પ્રવચન આશીર્વાદ આપતા હોય ત્યારે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી નાના બાળક હતા.
એટલે સભામાં ગુજરાતી ખબર ન પડે તે માટે બાપાના આશીર્વાદને પ્રવચનમાં ઝોકા ખાય કે ઊંઘી જતા હતા. તે વખતે પ્રમુખસ્વામી મહારાજને બ્રહ્મવિહારી સ્વામીના પિતા એમ કહેતા કે સ્વામી આ તો સભામા ઊંઘી જાય છે, આગળ જઈને શું સત્સંગ કરશે?
ત્યારે પ્રમુખસ્વામી મહારાજ આર્ષવાણી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે, ભલે અત્યારે એ સભામાં ઊંઘતો પણ ભવિષ્યની અંદર સાધુ થઈને સેવા કરશે અને મોટી મોટી સભાઓને ગજવશે. ત્યારે એ બ્રહ્મવિહારી સ્વામીએ 1982માં પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દિક્ષા ગ્રહણ કરી.
બ્રહ્મવિહારી સ્વામી આજે BAPS ના મુખ્ય સંત તરીકે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમીરાતના અબુધાબીની અંદર સૌપ્રથમ BAPS હિન્દુ મંદિર તેઓના નેતૃત્વની સેવા કરી રહ્યા છે અને વિશ્વની મહાસત્તા ગણાતા UAE ની અંદર બીએપીએસ હિંદુ મંદિરની ધજા પતાકા લહેરાવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજની આર્ષ વાણી સત્ય થતી નજરે પડે છે. ત્યારે કહી શકીએ કે, પ્રમુખસ્વામી કોઈ સંત નહિ પરંતુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા અને આજે પણ છે.
બ્રહ્મવિહારી સ્વામીની વાત કરીએ તો તેમને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમાજના સામાજિક અને આધ્યાત્મિક ઉત્થાનમાં તેમના યોગદાન બદલ માનદ પીએચ.ડી. ની ડીગ્રી પણ આપવામાં આવી છે. તેમના વ્યક્તિત્વની વાત કરીએ તો પ્રધાનમંત્રી થી માંડીને મોટા ઉદ્યોગપતિઓ, IAS IPS ઓફિસરથી માંડીને વિદેશી માંધાતાઓ પણ તેમનું માર્ગદર્શન મેળવવા તલપાપડ થાય છે.
બ્રહ્મવિહારી સ્વામી એક કુશળ, વિચાર પ્રેરક, આંતરરાષ્ટ્રીય વક્તા છે. જેમણે રાષ્ટ્રીય અને વૈશ્વિક મીટિંગો અને પરિષદોમાં વક્તવ્ય આપ્યું છે, જેમાં પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, એસોસિએશન અને આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી, કાનૂની, સરકારી અને વૈજ્ઞાનિક પરિષદો અને સેમિનારનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.