દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાને બદલે વધશે- જાણો શું કામ વધી રહ્યા છે આટલા ભાવ?

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે ત્યારે હજુ પણ તેમના ભાવમાં કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતાઓ સેવાઈ રહી નથી. પરંતુ હજુ પણ મોટી ખરાબ ખબર એ છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે. તેમનું મુખ્ય કારણ એ છે કે, યુએઈ અને સાઉદી અરબમાં એક ડીલ અંગે મડાગાંઠ સર્જાઈ છે. જેમની અસર ઓઇલના ભાવ પર પડી રહી છે. સોમવારના રોજ પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસાનો વધારો થયો હતો.

રવિવારના રોજ યુએઈએ ઓઈલ ઉત્પાદક દેશોના ગ્રુપ ઓપેક તેમજ સહયોગી દેશો દ્વારા ઓઈલના પ્રોડક્શનમાં કાપ મુકવાના કરારનું વિસ્તરણ કરવાનો વિરોધ કરવામાં આવ્યો છે. જયારે બીજી બાજુ સાઉદી અરબે આ ડીલને ૨૦૨૨ સુધી આગળ વધારવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. યુએઈ આ પ્રસ્તાવને તેમની સાથે અન્યાય થઈ રહ્યો તેવું જણાવ્યું છે.

ઓઈલનું ઉત્પાદન યુએઈ વધારવા માંગે છે જેને લીધે તે સાઉદી અરબ સાથે સ્પર્ધા કરી શકે છે. યુએઈનું કહેવું છે કે, માર્કેટને જોતા વધારે ઉત્પાદન જરૂરી છે. ફત વર્ષે કોરોનાને કારણે ઓઈલની વૈશ્વિક માંગમાં અછત સર્જાણી હતી. તેને સમતોલ કરવા માટે ઓઈલ ઉત્પાદન કરનારા દેશોએ ઉત્પાદનમાં કાપ મુકવા માટે કરાર કરવામાં આવ્યો હતો.

ઓઇલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલનો ભાવ પહેલથી જ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા સુધી પહોચી ચુક્યો છે. જોવા જઈએ તો હાલમાં ડિઝલ પર 28.35 રૂપિયા અને પેટ્રોલ પર 32.98 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી સરકાર વસુલી રહી છે. જેને કારણે સરકારની કમાણીમાં વધારો થઇ શકે છે જયારે બીજી બાજુ જનતા ખુબ જ પરેશાન છે. છેલ્લા ૩૬ દિવસમાં પેટ્રોલના ભાવોમાં પ્રતિ લીટરે રૂપિયા ૯.૫૪નો વધારો થઇ ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *