મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તરત જ ઉદ્ધવ ઠાકરેની ‘એક્શન પ્લાન’ શરૂ થયા. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે સિદ્ધિ વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે તેમની પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટની બેઠકમાંથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે, હું રાજ્યની જનતાને ખાતરી આપવા માંગુ છું કે, અમે સારી સરકાર આપીશું.
હું ખેડૂતોની મદદ કરવા માંગુ છું, જેનાથી તેઓ ખુશ થશે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ખેડૂતોના સ્થિતિ રિપોર્ટ જોયા પછી તેમના માટે કોઈ ખાસ નિર્ણય લેવામાં આવશે. મુખ્ય સચિવ 1-2 દિવસમાં ખેડૂતોની સ્થિતિ અંગે માહિતી આપશે અને તે પછી તેમના માટે મોટી જાહેરાત કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેની પ્રથમ પ્રધાનમંડળની બેઠકમાં છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા અંગે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢ કિલ્લાની સુરક્ષા માટે 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
Maharashtra CM Uddhav Thackeray after first cabinet meeting, in Mumbai: I want to assure the people of the state that we will give a good government. I want to help the farmers in a manner which will make them happy. pic.twitter.com/mJ41CzuAtu
— ANI (@ANI) November 28, 2019
તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જો અમે વાસ્તવિકતા જાણીએ તો અમે સારા કામ કરી શકીએ.એટલા માટે અમે માહિતી માંગી છે. આજ સુધી ખેડુતોને આશ્વાસન સિવાય કશું મળ્યું નથી. અમે ખેડૂતોને નક્કર રીતે મદદ કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે, અમે રાજ્યમાં એવું વાતાવરણ ઉભુ કરવા માંગીએ છીએ કે, જ્યાં કોઈ પણ આતંકી નો ડર નહીં રહે. ઉદ્ધવ ઠાકરે મીડિયા સાથે વાત કરતા કહયું કે, તેમની સાથે કેબિનેટ સાથીદારો છગન ભુજબલ, જયંત પાટિલ, બાલાસાહેબ થોરાત અને નીતિન રાઉત પણ હતા.
તમને જણાવી દઇએ કે, આ અગાઉ ગુરુવારે શિવાજી પાર્ક, મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ‘મહા વિકાસ આગાદી’ ના નેતા તરીકે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
ઉદ્ધવ ઠાકરેની સાથે ત્રણેય પક્ષોના છ નેતાઓએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં શિવસેનાના ક્વોટાથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ અને એનસીપી ક્વોટાથી જયંત પાટિલ અને છગન ભુજબલ અને કોંગ્રેસના ક્વોટામાંથી બાલાસાહેબ થોરાત, નીતિન રાઉતનો સમાવેશ થાય છે. તે બધાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.