ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં કોરોના વાયરસના ચાર નવા કેસ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. ચારેય લોકો બહારથી આવ્યા હતા,જેમાં ત્રણ નું પરીક્ષણ જિલ્લા હોસ્પિટલ રુદ્રપુર કરવામાં આવ્યું અને એક દર્દીની તપાસ ખટીમામાં થઈ.આના પહેલા જિલ્લામાં ૯ કોરોના ના પોઝિટિવ દર્દીઓ હતા જે હવે વધીને ૧૩ થઈ ગયા છે.જણાવવામાં આવી રહ્યું છે કે તેમાંથી ચાર વ્યક્તિ સાજા થઈ ગયા છે અને બાકીના લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.
કોરોના નોડલ અધિકારી અવિનાશ ખન્ના અનુસાર કોરોના સંક્રમિત દર્દીઓમાં બે ગદરપુર, એક અલ્મોડા અને એક ખટીમાનો છે. ગદરપુરના રહેવાસી બંને દર્દીઓ મહારાષ્ટ્રથી ઓટો રીક્ષામાં સવાર થઈ તમામ રાજ્યોની સીમાનું ઉલ્લંઘન કરતા ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં પહોંચ્યા હતા. તેમજ અલ્મોડા નિવાસી હરિયાણા અને ખટીમા નિવાસી દર્દી ગુજરાતમાંથી આવ્યા હતા.
તેમજ બે કોરોના દર્દીઓના મામલા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોની મોટી ગેરજવાબદારી સામે આવી છે.ડોક્ટરોની ગેર જવાબદારી ને લીધે વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે.હોસ્પિટલમાં આઈસોલેટ રાખવામાં આવેલા બે દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેના રિપોર્ટ આવવાના પહેલા જ તેમને રજા આપી દીધી હતી. ત્યારબાદ આ બંને દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
તપાસવામાં આવી રહી છે ટ્રાવેલ હિસ્ટ્રી
બંને દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ડોક્ટરોમાં હડકંપ મચી ગયો છે અને અફરાતફરી માં તેમણે સુશીલા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.બંને દર્દીઓના સંબંધીઓએ ડોક્ટરોની આ ગેરજવાબદારી પૂર્ણ વર્તન નો વિડીયો વાયરલ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news