બંગાળમાં ભાજપના ધારાસભ્યની લટકતી મળેલી લાશ મામલે મોટો ઘટસ્ફોટ

આજે સવારે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય વહેલી સવારે એક દુકાનની બહાર ખુલ્લા વરંડામાં લટકતા જોવા મળ્યા હતા, અને ભાજપ દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બજારમાં ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રે લટકેલા મળી આવ્યા હતા. તે ઘર તેમના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર છે. પરંતુ આ મામલે હવે એક ચોંકાવનારો ખુલાસો પશ્ચિમ બંગાળ પોલીસે કર્યો છે.

આ મામલે પોલીસે નિવેદન જાહેર કર્યું છે કે, મૃતક ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રેય એક મોબાઇલની દુકાનની વરંડાની છત પરથી લટકતી મળી આવ્યા હતા. મૃતકના શર્ટ ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ નોંધમાં બે વ્યક્તિના મોત માટે જવાબદાર હોવાનું જણાવાયું છે.

વધુમાં પશ્ચિમ બંગાળ પોલીસે ટ્વીટમાં કહ્યું કે, આ પહેલા પોલીસે ટ્રેકર ડોગનો ઉપયોગ, ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત જેવા તપાસના તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા છે. પીએમ કરવાનું બાકી છે. લોકોને અનુરોધ કરવામાં આવે છે કે પક્ષપાતી અને ચુકાદાનાં તારણો ઉપર ન ઉતરવા અને તપાસ પૂર્ણ થવા માટે રાહ જોવે.

ભાજપે દાવો કર્યો છે કે ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી. ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયાએ એક ટ્વિટમાં કહ્યું, “બંગાળમાં ભાજપના નેતાઓની હત્યાનો કોઈ અંત નથી. ટીએમસી છોડી ગયેલા ભાજપના ધારાસભ્યની હત્યા કરવામાં આવી છે. જે ભાજપમાં જોડાવાને કારણે છે?”

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ માં કોંગ્રેસ સમર્થિત સીપીએમની ટિકિટ પર દેવેન્દ્ર નાથ રેએ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક – હેમતાબાદ વિધાનસભા ક્ષેત્ર લડ્યા હતા અને જીત્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી બાદ ગયા વર્ષે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *