સતત વધતા જતા કોરોનાનાં કેસને ધ્યાનમાં લઈ ગુજરાતમાં લોકડાઉન અંગે CM રૂપાણીએ કરી મોટી જાહેરાત- જાણો જલ્દી…

છેલ્લા થોડા સમયથી કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં નાગરિકોમાં ફરી એકવાર લોકડાઉનનો અમલને લઈ આશંકા જોવા મળી રહી છે પણ CM વિજય રૂપાણીએ રાજ્યમાં લોકડાઉનનો અમલ નહીં થાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

આની સાથે જ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સરકારે લીધેલ પગલાંઓની જાણ કરવામાં આવી હતી. આ દરમ્યાન CM રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ કરવાની સરકારની કોઇ વિચારણા નથી. જેથી લોકો લોકડાઉનને લઇને કોઇ આશંકા રાખે નહી.

છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે પણ સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પૂરતાં પગલાં લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓનું ટ્રેસિંગ તથા ટેસ્ટિંગ કરવામાં આવશે. દરરોજ 7,૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવશે.

આની ઉપરાંત રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવીને દરરોજ 3 લાખ લોકોને રસી આપવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં 6,૦૦૦ જેટલી કોવિડ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભૂતકાળમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવારની જે સુવિધા હટી તે સુવિધા ફરી ઉભી થશે.

લોકડાઉન અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં લોકડાઉનનો અમલ નહી થાય. રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર તથા તમામ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પછી લોકોમાં ફફડાટ હતો કે, કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે.

છેલ્લાં 24 કલાકમાં સુરતમાં સૌથી વધારે 345 તથા અમદાવાદમાં 271 કેસ નોંધાયા છે. આની ઉપરાંત અમદાવાદ, સુરત તથા વડોદરામાં એક-એક એમ 3 કોરોના દર્દીના મોત નીપજ્યાં છે. 1,122 નવાં કેસો સામે આવતા આજે 775 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ સતત ઘટતું જઇ રહ્યું છે. રસીકરણ અંગે તેમણે કહ્યું હતું કે, દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ થાય તેવી સૂચના આપી દેવામાં આવી છે. આની ઉપરાંત દરરોજ 7,૦૦૦ ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.

કોરોના દર્દીઓનું ટ્રેસિંગ તથા ટેસ્ટિંગ કરવામાં આવશે. આની સાથે જ તેમણે લોકોના સોશિયલ ડિસ્ટેંસ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે. સુરતમાં 345, અમદાવાદમાં 271, વડોદરામાં 114 તથા રાજકોટમાં 112 કેસ નોંધાયા છે. આની ઉપરાંત ગાંધીનગરમાં 24, ભરૃચમાં 21, ભાવનગરમાં 20 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *