ઉજ્જૈનના (Ujjain) બડનગરમાં (Badnagar) પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધબાઈએ SDM નિધિ સિંહ પર કામ માટે દબાણ કર્યું, તો મહિલા અધિકારીએ ગુસ્સામાં આવીને બીજેપી નેતાને ઠપકો આપ્યો. ભાજપ નેતા અને મહિલા અધિકારી વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પૂર્વ બીજેપી ધારાસભ્યએ મહિલા અધિકારી પર દબાણ કર્યું તો મહિલા અધિકારીએ તેમને ઠપકો આપ્યો અને તમીઝથી વાત કરવાની સલાહ આપી. આ સાથે નિધિએ કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો નોકરીમાંથી કઢાવી નાખજો.
મળતી માહિતી મુજબ, આ ઘટના 4 દિવસ પહેલા બની હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. બંગરેડ ગામમાં લાંબા સમયથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ એસડીએમ જેસીબી(JCB) સાથે પહોંચ્યા હતા. ત્યારે કોઈએ પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધબાઈને ફોન કર્યો હતો. જ્યાં ભાજપના નેતાએ SDM પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધબાઈ અધિકારીને કામ અટકાવવા માટે કહેતા હતા. તેમનું કેહવું હતું કે અન્ય કોઈ જગ્યાએ પાઈપ નાખીને પાણીનો નિકાલ કરવો જોઈએ.
મળતી માહિતી અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલા અધિકારી અને બીજેપી નેતા વચ્ચે થોડા સમય માટે સામાન્ય વાતચીત થઈ હતી. પરંતુ જ્યારે ધારાસભ્યએ એસડીએમ નિધિ સિંહની નોકરી પર ટિપ્પણી કરી તો મહિલા અધિકારી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને ભાજપના નેતાને તમીઝ સાથે વાત કરવાની સલાહ આપતાં કહ્યું કે, ‘તમીઝથી વાત કરો, તમે કોણ છો મને કેહવા વાળા કે કેટલા દિવસ નોકરી કરીશ. મને મારું કામ ન શીખવો, અહીંથી ચાલ્યા જાવ. કાઢી નાખજો મને નોકરી માંથી કાઢી શકતા હોવ તો.’
બોલાચાલી બાદ સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓ અને પૂર્વ ધારાસભ્યના કાર્યકર્તાઓએ ભાજપના નેતાને ત્યાંથી તેમણે હટાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ ધારાસભ્યએ એસડીએમ નિધિ સિંહની ફરિયાદ કલેક્ટર અને સીએમને કરી છે. જોકે બંનેએ મીડિયા સામે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.