દક્ષીણ ગુજરાત ની જીવાદોરી સમાન તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમની સપાટી ઇન્ફ્લો વધતા વધી રહી છે. રુલ લેવલ જાળવી રાખવા સત્તાધીશો દ્વારા વધારે ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ ની છે અને હાલમાં ડેમની સપાટી ૧૦ વાગ્યા સુધીમાં ૩૩૯.૯૭ ની નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક ૧,૪૩,૮૦8 કયુસેકની છે જયારે પાણી ની જાવક ૧,૨૭,૯૧૬ કયુસેક ની છે.
સુરતમાં તાપી નદી પર બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે પણ છેલ્લા ઘણા સમયથી ઓવરફલો થઈ રહ્યો છે, વિયર કમ કોઝવે ની ઓવરફલો થવાની સપાટી ૬ મિટર છે અને હાલની સપાટી ૮.૧ મીટર છે. તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે અને પુરની કોઈ શક્યતાઓ રહેલી નથી જેથી અફવાઓથી સાવધાન રહેવા પણ સુચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.