યુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. સર્વત્ર તબાહીનું દ્રશ્ય છે. લોકો હવે કોઈપણ ઘટનાને ટાળવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, જે તેમના નિયંત્રણ હેઠળ છે. હજારો લોકો શહેર છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરતા જોઈ શકાય છે. કાર, બસ, ટ્રેન અને પગપાળા બધા પોલેન્ડ-હંગેરી છોડી રહ્યા છે. કેટલાક લોકો આશ્રયસ્થાનો, ભૂગર્ભ સબવેમાં પણ રાત વિતાવી રહ્યા છે.  આશા છે કે ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે.

કિવમાં મેટ્રો સ્ટેશનમાં બનેલા શેલ્ટરહોમમાં 23 વર્ષીય મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. તેનું નામ ‘મિયા’ રાખવામાં આવ્યું છે. મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. બોમ્બ ધડાકા વચ્ચે લોકો તેને આશાનું કિરણ ગણાવી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે ઓછી સુવિધામાં પણ આ બાળકીનો જન્મ થયો તે એક ચમત્કાર છે. માતાએ કહ્યું- તે મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. હું ખૂબ જ તણાવમાં હતી.

યુક્રેન પરના હુમલાના ત્રીજા દિવસે, રશિયાએ દાવો કર્યો હતો કે, તેણે યુક્રેનના 800 લશ્કરી થાણાઓને નષ્ટ કર્યા છે. તેમાં 14 લશ્કરી એરફિલ્ડ, 19 કમાન્ડ પોસ્ટ, 24 S-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ અને 48 રડાર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુક્રેનિયન નૌકાદળની 8 બોટ પણ નાશ પામી હતી.

યુક્રેનિયન સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેઓએ એરલિફ્ટ કરી રહેલા બે કાર્ગો વિમાન ને તોડી પાડયા છે અને આ મામલે કેટલી જાનહાનિ થઈ છે, તે અંગે હજી સુધી કોઈ આંકડો બહાર આવ્યો નથી. પરંતુ આ કાર્ગોની ક્ષમતાના આધારે જોઈએ તો તે પ્લેનમાં ઓછામાં ઓછા ૨૫૦થી વધુ સૈનિકો સમાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

આ પહેલા યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટથી અનેક રહેણાંક મકાનોને મોટું નુકસાન થયું હતું. આ દરમિયાન રશિયાએ મેલિટોપોલ શહેર પણ કબજે કર્યું. તે જ સમયે, યુક્રેને 3,500 રશિયન સૈનિકો, 02 ટેન્ક, 14 એરક્રાફ્ટ અને 8 હેલિકોપ્ટરને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે બ્રિટન અને અમેરિકા સહિત કુલ 28 દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે અને આ દેશો રશિયાનો સામનો કરવા માટે હથિયાર આપશે.

યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે, તેઓએ યુદ્ધ દરમિયાન 800 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. યુક્રેનના રક્ષા મંત્રી હન્ના મલ્યાર અનુસાર, 7 રશિયન એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર અને 30 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેને તેના 10,000 નાગરિકોને લડાઇ માટે રાઇફલ્સ આપી છે. તે ઉપરાંત પ્રાપ્ય માહિતી અનુસાર રશિયા દ્વારા યુક્રેન પર કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલ દ્વારા અને 83 જમીન આધારિત ટાર્ગેટને હિટ કરવામાં આવ્યા હતા. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ થયેલ છે.

આ પહેલાના સંજોગોને જોતા અમેરિકાએ રશિયા સામે લડવા માટે યુક્રેનને 600 મિલિયન ડોલરની સુરક્ષા સહાયની જાહેરાત કરી હતી. શુક્રવારે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત મળ્યા હતા. ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જોકે, રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કરીને આ નિંદાની દરખાસ્તને નકારી કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *