ઘરમાં ઘુસી વેપારીને પીવડાવ્યો દારુ અને કેસની બીક બતાવી કર્યો તોડ- સુરતની મહિલા PSI અને 2 મળતિયા કોન્સ્ટેબલ થયા ઘર ભેગા

સુરત(Surat): રાજકોટ પોલીસની જેમ હવે સુરત પોલીસ(Surat Police) પણ તોડ કરી રહી છે. ત્યારે હવે સુરતના ઉમરા પોલીસ(Umra police)ના બે કોન્સ્ટેબલ અને એક PSI ઘરમાં ઘુસીને લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. ઉચ્ચ અધિકારીની જાણ વગર દારૂના નામે રેડ પાડવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે વેપારી દ્વારા ફરિયાદ કરતા પોલીસ કમિશનર દ્વારા ઈન્કવાયરી આપવામાં આવી હતી. આ ઈન્કવાયરી દરમિયાન તપાસમાં સામે આવ્યું છે કે, પોલીસ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો જેને કારણે બે કોન્સ્ટેબલ અને મહિલા PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઉમરા પોલીસની ઘોડદોડ રોડ ચોકીમાં ફરજ બજાવતા મહિલા PSI અને ઉચ્ચ અધિકારીની જાણ વગર દારૂના નામે રેડ પાડવામાં આવી હતી જેને કારણે 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘોડદોડ રોડ પોલીસ ચોકીની PSI કે.એન.ચોપરાએ કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ અને સત્યપાલસિંગ સાથે તારીખ 8ના રોજ ઘોડદોડ રોડના પ્રેસિડેન્સી એપાર્ટમેન્ટ નજીક વેપારી કરણ સહાની વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કરવામાં આવ્યો હતો.

વેપારી કરણ દ્વારા કમિશનરને અરજી કરવામાં આવી હતી કે PSI ઘરમાં જબરજસ્તી ઘુસી આવી હતી. વોરંટ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે માથાકુટ કરી એનડીપીએસનો કેસ કરવા ધમકી આપી 4 લાખ રૂપિયા માંગી રહ્યા હતા. ત્યાર બાદમાં દારૂ પીવડાવી ખોટો કેસ કરવામાં આવ્યો હતો. જેને કારણે કમિશનરે PSI ચોપડા અને બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *