પ્રિયંકા ચોપડાના મુદ્દે પણ પાકને UNની ટકોર, જાણો શું છે મામલો

જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ 370 હટાવ્યા બાદ રઘવાયા બનેલા પાકિસ્તાનનો યુનાઈટેડ નેશન્સે ફરી ફજેતો કર્યો છે. બોલીવૂડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને યુનાઈટે નેશન્સે પાકિસ્તાને કરેલી…

જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ 370 હટાવ્યા બાદ રઘવાયા બનેલા પાકિસ્તાનનો યુનાઈટેડ નેશન્સે ફરી ફજેતો કર્યો છે.

બોલીવૂડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને યુનાઈટે નેશન્સે પાકિસ્તાને કરેલી ફરિયાદના મામલામાં સમર્થન આપ્યુ છે.

સમગ્ર મામલો એવો છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્વિટમાં જય હિંદ, ભારતીય સેના એવો ઉલ્લેખ કર્યો હતો.

તેના લીધે પાકિસ્તાનને મરચા લાગ્યા હતા.એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકા ચોપરાના ટ્વિટ પર તાજેતરમાં એક કાર્યક્રમમાં સવાલ ઉઠાવ્યો હતો.મહિલાનુ કહેવુ હતુ કે, પ્રિયંકા ચોપરા યુનાઈટેડ નેશન્સની એમ્બેસેડર છે અને તેણે ભારતીય સેનાના સમર્થનમાં ટ્વિટ કરવુ જોઈએ નહી.

ત્યાર પછી પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સની જ સંસ્થા યુનિસેફને પત્ર લખીને પ્રિયંકા ચોપડાને એમ્બેસેડર પદેથી હટાવા માંગ કરી હતી. જોકે તેના જવાબમાં યુએને પ્રિયંકાની તરફેણ કરી છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે યુનાઈટેડ નેશન્સે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યુ છે કે, યુએનની સદભાવના એમ્બેસેડર પ્રિયંકાને કોઈ પણ મુદ્દા પર પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપવાનો અધિકાર છે. તેના અંગત વિચારોને યુનિસેફની સાથે જોડી શકાય નહી. હા તે યુનિસેફ તરફથી જ્યારે બોલે ત્યારે તે યુનિસેફના તટસ્થતાના નિયમોનુ પાલન કરે તેવી અમારી અપેક્ષા હોય છે.

અહી ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનન માનવઅધિકાર મંત્રી પશિરિન મજારીએ યુએનને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે, પ્રિયંકા ચોપડા જાહેરમાં ભારતની કાશ્મીર નીતિનુ સમર્થન કરે છે અને સાથે સાથે ભારતની પરમાણુ હુમલાની નીતિને પણ ટેકો આપ્યો છે. જે શાંતિ અને સદભાવનાના સિધ્ધાંતોની વિરુધ્ધમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *